Gully Boyએ કલેક્શન મામલે પદ્માવતને પાછળ છોડી

16 February, 2019 09:00 AM IST  | 

Gully Boyએ કલેક્શન મામલે પદ્માવતને પાછળ છોડી

રણવીરસિંહે તોડ્યો પોતાનો જ રેકોર્ડ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ‘ગલી બૉય’એ પહેલા દિવસે 19.40 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મના પહેલા દિવસના બિઝનેસે ‘પદ્માવત’ને પણ પાછળ છોડી દીધી છે. ‘પદ્માવત’એ પહેલા દિવસે 19 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે એની સરખામણીમાં ‘ગલી બૉય’એ 40 લાખ રૂપિયાનો વધુ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને મેટ્રો સિટીમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. મુંબઈના રૅપ-સિંગર ડિવાઇન અને નૅઝી પરથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવેલી આ ફિલ્મને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તેમ જ રણવીરના કામને પણ ખૂબ જ વખાણવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Video:ટ્વિંકલ ખન્નાએ અપના ટાઈમ આયેગા પર કર્યો ડાન્સ, રણવીરે આપ્યો જવાબ

આ ફિલ્મ આમ તો વૅલેન્ટાઇન્સ ડેએ રિલીઝ કરવામાં આવી છે, પરંતુ આ કોઈ જાહેર રજા નથી. એમ છતાં ‘ગલી બૉય’એ 19.40કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ શનિવાર અને રવિવાર દરમ્યાન વધુ બિઝનેસ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે.

 

ranveer singh bollywood