Gulabo Sitabo: ટ્રેલર લૉન્ચની વાતમાં અમિતાભ બચ્ચન આયુષ્માન પર ચિઢાયા

22 May, 2020 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Gulabo Sitabo: ટ્રેલર લૉન્ચની વાતમાં અમિતાભ બચ્ચન આયુષ્માન પર ચિઢાયા

શૂજિત સિરકારે ડાયરેક્ટ કરેલી ફિલ્મ ગુલાબો સિતાબો એવી પહેલી ફિલ્મ છે જે થિએટર રિલીઝને બદલે હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. કોરોનાને કારણે આ બદલાવ આવ્યો છે ત્યારે ફિલ્મનું પ્રમોશન પણ અલગ રીતે થઇ રહ્યું છે. શૂજિત સરકાર, અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાના એક વીડિયો કૉલનું મસ્ત રેકોર્ડિંગ આજે લોકો સતત જોઇ રહ્યા છે કારણકે તેમાં પણ ગુલાબો સિતાબોનાં પાત્રની માફક આ બંન્ને કલાકારો વચ્ચે મીઠી નોંકઝોંક થાય છે. આ વીડિયો ફિલ્મનાં ટ્રેલર રિલીઝની વાત કરી રહ્યો છે. ટ્રેલર રિલીઝની જાહેરાત પહેલાં એમાં થાય છે મીઠી નોંકઝોંક. જેમાં અમિતાભ બચ્ચન આયુષ્માનને મોડા આવવા બદલ ટોકે છે અને આયુષ્માન પોતાનો બચાવ કરે છે. શૂજિત સિરકાર મુંગા મોઢે આ સિનિયર અને જુનિયર વચ્ચેનાં મતભેદ જોયા કરે છે. જુઓ આ વીડિયો તમે અહીં જોઇ શકશો.

 

આ મીઠી કચકચ જોતા લાગે છે કે ફિલ્મમાં પણ બે પેઢીનો ટકરાવ જ દર્શાવાયો હશે.

ayushmann khurrana amitabh bachchan shoojit sircar bollywood entertainment news