Gulabo Sitabo: બિગબીની ફિલ્મ 'ગુલાબો સિતાબો'એ કરી આટલા કરોડની કમાણી

12 June, 2020 12:44 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Gulabo Sitabo: બિગબીની ફિલ્મ 'ગુલાબો સિતાબો'એ કરી આટલા કરોડની કમાણી

ગુલાબો સિતાબો

'ગુલાબો સિતાબો' ફિલ્મ એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. 'ગુલાબો સિતાબો'ને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે જ્યારે જૂહી ચતુર્વેદીએ આ ફિલ્મની સ્ટોરી લખી છે. લૉકડાઉનને કારણે બધાં સિનેમાહૉલ બંધ છે, તેથી OTT પ્લેટફૉર્મ પર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. પણ બધે જ એ ચર્ચા હતી કે, 'ગુલાબો સિતાબો'એ કેટલી કમાણી કરી છે. હવે બૉક્સ ઑફિસ કલેક્શન રિપોર્ટ તો નથી આવતી. કારણકે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ નથી થઈ રહી. આ માટે તેનો અમેઝૉન પ્રાઇમ વીડિયો (Amazone Prime Video) પરથી કમાણી વિશે જાણીએ.

ફિલ્મ વિશ્લેષકોનું માનવું છે કે 'ગુલાબો સિતાબો'ના પ્રૉડ્યૂસર્સને અમેઝૉન પ્રાઇમ વીડિયો પર વેચવાથી નિર્માતાઓને ઘણો ફાયદો થયો છે. ફિલ્મનું બજેટ 25-30 કરોડ રૂપિયા કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મના પ્રમોશનમાં કોઇ ખાસ ખર્ચ થયો નથી. સૂત્રોએ જણાવ્યું કે અમેઝૉન પ્રાઇમ વીડિયોએ ફિલ્મ લગભગ 61 કરોડમાં ખરીદી છે. આ રીતે ફિલ્મ સારા ફાયદામાં વેચાઇ છે.

એટલું જ નહીં, ફિલ્મ વિશ્લેષક માને છે કે ઓટીટી પ્લેટફૉર્મને ભારતમાં ટકી રહેવા માટે મોટા નામ જોઈએ, આ માટે તે સારી એવી રકમ ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે. એવામાં લૉકડાઉનમાં પણ ઘણાં પ્રૉડ્યૂસર્સનો ઘણો ફાયદો થવાનો છે. આ રીતે 'ગુલાબો સિતાબો' દર્શકો માટે આવી ગઈ છે અને લૉકડાઉન દરમિયાન પણ વીકએન્ડ પર ઘણાં મનોરંજનના ડોઝ છે.

bollywood bollywood news bollywood gossips entertainment news amitabh bachchan ayushmann khurrana