06 October, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલ પનાગ
ઍક્ટ્રેસ ગુલ પનાગ પાઇલટ પણ છે. તાજેતરમાં તેણે લગભગ ૧૦ વર્ષ બાદ પોતાનું પ્રાઇવેટ પાઇલટ લાઇસન્સ ફરી રિન્યુ કરાવ્યું છે. તેણે આ સિદ્ધિની માહિતી સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ચાહકો સાથે શૅર કરી છે. આ સાથે ગુલ પનાગે જણાવ્યું હતું કે ફ્લાઇંગ લાઇસન્સ મેળવવું સરળ નથી, એક વખત લાઇસન્સ મેળવી લીધા બાદ એને જાળવી રાખવા માટે પણ સતત મહેનત કરવી પડે છે.
ગુલ પનાગે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર તસવીરોની એક પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘જિંદગી ખરેખર દૃષ્ટિકોણની રમત છે. ૧૦ વર્ષ પહેલાં જ્યારે મને મારું ફ્લાઇંગ લાઇસન્સ મળ્યું હતું ત્યારે હું ખૂબ જ ખુશ હતી. આ લાંબા સમયથી મારી ‘બકેટ લિસ્ટ’માં સામેલ હતું અને એવા લોકોની પણ કોઈ કમી નહોતી જેઓ મને કહેતા હતા કે હું આ કરી શકતી નથી અથવા કરી શકીશ નહીં.’