લોકલાડિલા ગાયક નીરવ બારોટનું મહાશિવરાત્રી માટે આવે છે આ ખાસ ગીત...

02 March, 2020 06:26 PM IST  |  Mumbai Desk | Shilpa Bhanushali

લોકલાડિલા ગાયક નીરવ બારોટનું મહાશિવરાત્રી માટે આવે છે આ ખાસ ગીત...

મહાદેવના ભક્ત હોય, મહાશિવરાત્રી નજીક આવતી હોય ભક્તને પોતાનો ભક્તિભાવ દર્શાવવાની તક હોય તો તે પાછળ કેવી રીતે રહી જાય... બસ એટલે જ મહાદેવના ભક્ત એવા નીરવ બારોટ જે જ્યાં પણ ગાવાની શરૂઆત કરે છે ત્યાં શંકર ભગવાનના ગીતો/ભજનો ન હોય એવું તો ભાગ્યે જ જોવા મળ્યું હોય. ત્યારે તેમનું ગાયેલું શિવ તાંડવ યૂટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય થયું હતું તેના પછી હવે તેમનું ગીત મહાદેવને સંબોધીને જ વધું એક ગીત આ મહાશિવરાત્રી પહેલા રિલીઝ થવાનું છે...

નીરવ બારોટના એક પછી એક આવતાં નવા ગીતો લોકોના દિલ પર રાજ કરતાં હોય છે અને તેવામાં જ ફરી નીરવ બારોટ ચર્ચાનો વિષય બન્યા છે તેનું કારણ છે. મહાદેવ વિના કેમ રે જીવાય ગીત આવી રહ્યું છે. આ ગીતમાં સ્વર તો નીરવ બારોટ આપવાના જ છે સાથે આ ગીતમાં તેઓ અભિનય કરતાં પણ દેખાશે. ગીતનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પોસ્ટરમાં તમે જોઇ શકો છો કે નીરવ બારોટ શિવલિંગ પાસે સફેદ વસ્ત્રોમાં બેઠા છે અને જાણે કે કોઇ રાગ, આલાપ કરી રહ્યા હોય. તેમની ભક્તિમય દ્રષ્ટિ તેમજ નીરવ બારોટની ઝાંખી પ્રતિમા જે મહાદેવની સાધના કરી રહી છે તે પણ આ પોસ્ટરને બહેતર બનાવે છે.

આ ગીતમાં સ્વર અને અભિનય નીરવ બારોટ આપી રહ્યા છે. તો શબ્દો ધવલ મોટણ અને રાજન રાયકાના છે. મ્યૂઝિક જીતુ પ્રજાપતિનું છે. અને રેકોર્ડિંગ ટેમ્પલ સ્ટુડિયો અડાલજમાં કરવામાં આ્યું છે. તથા રાજવી ઇવેન્ટ્સ આ ગીતના પ્રસ્તુતકર્તા છે અને નીતીન પટેલ આ ગીતના પ્રૉડ્યુસર છે તેમજ આ ગીત સ્ટુડિયો સરસ્વતી ઑફિશિયલ મનોજભાઇ જોબનપુત્રનું પ્રૉડક્શન છે. આ સંપૂર્ણ ગીતનું ડાયરેક્શન ભરત પટેલ અને વિવેક પટેલે મલીને કર્યું છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

વર્કફ્રન્ટની વાત કરીએ તો નીરવ બારોટ હાલ જુદાં જુદાં કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે તેમ જ આગામી ટૂંક સમયમાં જ તેઓ બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. વધું જણાવતાં ચર્ચા છે કે બોલીવુડમાં 2020માં જ આવનારી અક્ષય કુમાર અને તાપસી પન્નૂની ફિલ્મ રશ્મી રોકેટ માટે પણ પોતાનો સ્વર આપી શકે છે.

gujarati film bollywood