કુછ તો ગડબડ હૈ

05 March, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરાની બર્થ-ડે પાર્ટીમાં ગોવિંદાની ગેરહાજરીએ લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચાને ફરી વેગ આપ્યો

ગોવિંદાના દીકરા યશવર્ધનની ૨૮મી વર્ષગાંઠ ઉજવણી

ગોવિંદાનું લગ્નજીવન હાલમાં વિવાદોમાં ઘેરાયેલું છે. ચર્ચા છે કે તેના અને પત્ની સુનીતાના ૩૭ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ પડવાની તૈયારી છે અને બન્ને અલગ રહે છે. જોકે આ મામલે ગોવિંદાની પત્નીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે, ‘અમે અલગ રહીએ છીએ, કારણ કે જ્યારે ગોવિંદા રાજનીતિમાં જોડાયા ત્યારે મારી દીકરી યુવાન થઈ રહી હતી. એ સમયે બધા કાર્યકરો ઘરે આવતા હતા. હવે જ્યારે ઘરમાં યુવાન દીકરી હોય અને અમે શૉર્ટ્‍સ પહેરીને ઘરમાં ફરતાં હોઈએ ત્યારે  અજાણી વ્યક્તિની અવરજવર હોય એ યોગ્ય ન કહેવાય. એટલે અમે ઘરની સામે ઑફિસ લઈ લીધી હતી. મને અને ગોવિંદાને કોઈ અલગ નહીં કરી શકે.’

 જોકે આ મામલે ગોવિંદાએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. આ પરિસ્થિતિમાં ૧ માર્ચે ગોવિંદાના દીકરા યશવર્ધનની ૨૮મી વર્ષગાંઠ હતી. તેના બર્થ-ડેમાં નજીકના મિત્રો અને સ્વજનોએ હાજરી આપી હતી. એ પાર્ટીમાં યશવર્ધન અને રાશા થડાણીનો ડાન્સ પણ વાઇરલ થયો છે. બર્થ-ડે પાર્ટીમાં યશે મમ્મી સુનીતા અને બહેન ટીના સાથે કેક કટ કરી હતી. જોકે એ બર્થ-ડે પાર્ટીમાં અનેક લોકોએ હાજરી આપી હતી, પણ ગોવિંદાએ હાજર રહેવાનું ટાળ્યું હતું. આ સેલિબ્રેશન વખતે ગોવિંદાની ગેરહાજરી એ વાત તરફ ઇશારો કરતી હતી કે તેના પારિવારિક જીવનમાં કોઈક સમસ્યા છે.

govinda bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news