✕

આઇ જસ્ટ પ્રે ટુ ગૉડ કિ વો જહાં ભી હૈ, જિસકે સાથ ભી હૈ, ખુશ હૈ ઔર ખુશ રહે

29 September, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદા અને રાની સ્વર્ણકારે લીધેલી લાલબાગચા રાજાની મુલાકાત વિશે હવે પત્ની સુનીતા આહુજાએ આપ્યું આ નિવેદન 

સુનીતા આહુજા

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાનું અંગત જીવન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અભિનેત્રી રાની સ્વર્ણકાર સાથે ગોવિંદાના કથિત સંબંધોને લઈને ચાલી રહેલી અફવાઓ વચ્ચે તાજેતરમાં ગોવિંદા અને રાની લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. આ મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે ગોવિંદાની પત્ની સુનીતા પણ થોડા કલાકો પહેલાં ત્યાં એકલી દર્શન કરવા પહોંચી હતી.
ગોવિંદા અને રાનીના સંબંધો વિશે પ્રતિક્રિયા આપતાં સુનીતાએ કહ્યું હતું કે ‘ગોવિંદા કે બારે મેં, ઉસકી કો-સ્ટાર કે બારે મેં કુછ નહીં બોલના હૈ. આઇ એમ સીઇંગ હી ઇઝ હૅપી; ગૉડ બ્લેસ હિમ. જૈસી ઉસકો ઝિંદગી જીના હૈ, વો જીએ. ક્યોંકિ મુઝે યે સબ પર ફોકસ નહીં કરના હૈ. આઇ જસ્ટ પ્રે ટુ ગૉડ કિ વો જહાં ભી હૈ, જિસકે સાથ ભી હૈ, ખુશ હૈ ઔર ખુશ રહે. મેરા મેઇન ફોકસ ઇઝ મેરા કામ. આઇ ડોન્ટ વૉન્ટ ટુ ફૉલ ઇન્ટુ કન્ટ્રોવર્સીઝ અગેઇન ઍન્ડ અગેઇન.’

sunita ahuja govinda entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood