27 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહ્યા બાદ આખરે ગોવિંદા કમબૅક કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હાલમાં ગોવિંદાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે અને આ વિડિયોના માધ્યમથી તેણે પોતાની આગામી ફિલ્મ વિશે માહિતી આપી છે.
ગોવિંદાએ શૅર કરેલા વિડિયોમાં તે જીન્સ અને શર્ટ પહેરીને ડાન્સ કરી રહ્યો છે. તે હવામાં લાલ ટોપી ઉછાળીને એને માથા પર પહેરે છે અને ડાન્સ કરે છે. આ સાથે ચહેરા પર સ્પેશ્યલ એક્સપ્રેશન છે. ગોવિંદાએ વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘મારી આગામી ફિલ્મ ‘દુનિયાદારી’ માટે પ્રૅક્ટિસ કરી રહ્યો છું.’
ગોવિંદાએ તેની આગામી ફિલ્મ વિશે વધુ માહિતી શૅર નથી કરી. તેણે એ પણ નથી જણાવ્યું કે ફિલ્મમાં તેના સિવાય બીજા કયા ઍક્ટર્સ છે અને એની વાર્તા શું છે. જોકે આ વિડિયો જોઈને ગોવિંદાના ફૅન્સ ખુશ થઈ ગયા છે.