12 December, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર અને સારા અલી ખાન
રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલ 5’માં કરીના કપૂર ખાન અને સારા અલી ખાન પહેલી વખત એકસાથે જોવા મળે એવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે મેં આ ફિલ્મ માટે કરીના અને સારાનો સંપર્ક કર્યો છે અને કુણાલ ખેમુ ફિલ્મના ક્રીએટિવ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે. જો બધું બરાબર પાર પડશે તો કરીના અને સારા પહેલી વખત સાથે કામ કરશે. રોહિત શેટ્ટીનું પ્લાનિંગ ગોવામાં આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરીને આવતા વર્ષના માર્ચ મહિના સુધી પૂર્ણ કરી દેવાનું છે.