બે દાયકા બાદ મોટા પડદા પર જોવા મળશે ગુજરાત રમખાણોની વાર્તા, `ગોધરા`નું દમદાર ટીઝર રિલીઝ

02 February, 2024 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘટનાના 22 વર્ષ બાદ ફિલ્મ `અકસ્માત કે કાવતરું: ગોધરા` (Godhra Teaser) બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું છે

તસવીર: યુટ્યુબ

વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. અત્યાર સુધી આ ઘટનાની પૃષ્ઠભૂમિ પર `ચાંદ બુઝ ગયા`, `પરઝાનિયા`, `ફિરાક` જેવી ફિલ્મો અને ડૉક્યુમેન્ટ્રી બની છે. આ ઘટનાના 22 વર્ષ બાદ ફિલ્મ `અકસ્માત કે કાવતરું: ગોધરા` (Godhra Teaser) બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું છે.

આજે પણ દર્શકોને વર્ષ 2002 બહુ સારી રીતે યાદ હશે. ગુજરાતમાં આ દુ:ખદ ઘટના (Godhra Teaser)નો ભોગ બનેલા લોકોની વાસ્તવિક વાર્તા 1 માર્ચ, 2024ના રોજ મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં રણબીર શૌરી, પંકજ જોશી જેવા પ્રતિભાશાળી કલાકારો છે. `અકસ્માત કે કાવતરું: ગોધરા` (Godhra Teaser) ન્યાય માટે પીડિતોની લડતની સફર દર્શાવે છે.

ફિલ્મમાં રણવીર શૌરી એક વકીલની ભૂમિકા ભજવે છે, જે ગોધરા ટ્રેન આગના પીડિતો વતી જુસ્સાથી લડતો જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન એમકે શિવક્ષે કર્યું છે. તમને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાથી 59 લોકોનાં મોત થયા હતા. આ દર્દનાક ઘટનાને ગુજરાત રમખાણો તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મનું ટીઝર ઘણા સમય પહેલા આવી ગયું હતું, પરંતુ `ધ કેરળ સ્ટોરી`ના ધૂમ વચ્ચે તેની વધારે ચર્ચા થઈ શકી ન હતી. સોશિયલ મીડિયા પર ચાહકો ટીઝરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, `સત્ય ઘટનાઓ પર ફિલ્મ ચોક્કસપણે બનવી જોઈએ.` અન્ય એક યુઝરે લખ્યું કે, `આ રમખાણોને ઘટના કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.` ત્રીજા યુઝરે લખ્યું, `આનંદ છે કે બોલીવુડ હવે આ ઘટનાઓ પર ફિલ્મ બનાવી રહ્યું છે. લોકોએ તમામ બાબતો જાણવી જોઈએ.”

 

gujarat riots bollywood bollywood buzz bollywood news entertainment news