Global Prayer For SSR: ટીવી, બૉલીવુડ સેલેબ્ઝે હાથ જોડીને કરી પ્રાર્થના

15 August, 2020 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Global Prayer For SSR: ટીવી, બૉલીવુડ સેલેબ્ઝે હાથ જોડીને કરી પ્રાર્થના

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને 14 ઑગસ્ટના રોજ બે મહિના પુરા થઈ ગયાં છે. પરંતુ અભિનેતાની આત્મહત્યાના કેસમાં હજી સુધી કોઈ મજબુત કડી હાથ લાગી નથી. સુશાંતના પરિવારના સભ્યો, ઈન્ડસ્ટ્રીના લોકો અને ફૅન્સ સહુ કોઈ રાહ જોઈ રહ્યાં છે કે તેને ન્યાય ક્યારે મળશે. ત્યારે અભિનેતાની આત્માને શાંતિ મળે તે માટે અને તેને ન્યાય મળે તે માટે બહેન શ્વેતા સિંહ કીર્તિએ 15 ઑગસ્ટના રોજ ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું. આ ગ્લોબલ પ્રેયર મીટમાં બૉલીવુડ અને ટીવી સેલેબ્ઝએ ભાગ લીધો હતો અને સોશ્યલ મીડિયા પર હાથ જોડીને તસવીરો પોસ્ટ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande), સહ-અભિનેત્રી ક્રિતી સૅનન (Kriti Sanon), એકતા કપૂર (Ekta Kapoor), કામ્યા પંજાબી (Kamya Punjabi), અલી ગોની (Aly Goni), અર્જુન બીજલાની (Arjun Bijlani), સુયશ રાય (Suyyash Rai), કિશ્વર મર્ચન્ટ (Kishwer Merchant), વિકાસ ગુપ્તા (Vikas Gupta)સહિતના સેલેબ્ઝે તસવીરો પોસ્ટ કરીને સુશાંત માટે પ્રાર્થના કરી હતી.

અંકિતા લોખંડેએ લખ્યું હતું કે, 'ચમત્કાર માનવી, સુંદર વ્યક્તિત્વ, તુ હંમેશા યાદ આવીશ સુશાંત સિંહ. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्

‪उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्.'

ક્રિતી સૅનને લખ્યું હતું કે, 'હંમેશા પ્રાર્થના માટે સારો સમય છે. પ્રાર્થનાઓ અને સકારાત્મકતા પ્રસારીએ છીએ એટલે સત્ય બહાર આવશે જ. આ સ્વતંત્રતા દિવસ, આપણે આપણી માન્યતાઓ અને જે સાચું છે તેના માટે ઉભા રહીએ અને નકારાત્મકતા અને નફરતથી મુક્ત કરીએ. #PrayerForSSR'

એકતા કપૂર બાળક સાથે હાથ જોડીને સુશાંત સિંહ રાજપૂત માટે પ્રાર્થના કરી હતી.

અર્જુન બીજલાનીએ લખ્યું હતું કે, આ ગણેશ ચતુર્થીએ સત્ય બહાર આવશે જ.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટે પણ આ ઝુંબેશમાં ભાગ લીધો હતો.

અલી ગોનીએ પણ પ્રાર્થનામાં ભાગ લીધો હતો.

કામ્યા પંજાબીએ પણ હાથ જોડીને પ્રાર્થના કરી હતી.

બહેન શ્વેતા સિંહ કિર્તીએ પણ પરિવાર હાથ જોડીને પ્રાર્થના કરતાં હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો.

વિકાસ ગુપ્તાએ પ્રેયરમાં ભાગ લીધો હતો અને સાથે જ પોતાના અવાજમાં ક્રિષ્ણ ભજન ગાયું હતું.

ફક્ત સેલેબ્ઝ નહીં સામાન્ય જનતા પણ સુશાંત સિંહ રાજપૂત માટેની ગ્લોબલ પ્રેયર મીટમાં મોટા પ્રમાણમાં જોડાયા હતાં.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput ankita lokhande kamya punjabi ekta kapoor arjun bijlani vikas gupta suyyash rai kishwer merchant kriti sanon