27 September, 2023 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી ફઝલ
પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠીની ‘ફુકરે 3’માં અલી ફઝલ મહેમાન ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં તે નથી, પરંતુ ચોથી ફિલ્મમાં તે જોવા મળશે એવી હિન્ટ તેણે આપી છે. આ ફિલ્મ સિરીઝમાં તેણે ઝફરનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ અને મ્રિગદીપ સિંહ લામ્બા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મના પ્રોમોમાં કે ટ્રેલરમાં કે પ્રમોશનલ ઇવેન્ટમાં અલી જોવા નથી મળી રહ્યો. જોકે એનો મતલબ એ નથી કે તે આ ફિલ્મમાં નથી. તે નાનકડી ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના એન્ડમાં તેની એન્ટ્રી થશે અને તેની એન્ટ્રી ચોથા પાર્ટની હિન્ટ હશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ વિશે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. અલી ફઝલ તેના પ્રોજેક્ટને લઈને વ્યસ્ત હોવાથી તે ત્રીજા પાર્ટમાં કામ નથી કરી રહ્યો. જોકે આ સિરીઝ તેના માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે એમાં તેની પત્ની પણ કામ કરી રહી છે.