ગૌરી ખાને માતાને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, ફોટોઝ વાયરલ

09 September, 2019 06:01 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગૌરી ખાને માતાને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, ફોટોઝ વાયરલ

(તસવીર સૌજન્ય ગૌરી ખાન ઇન્સ્ટાગ્રામ)

કિંગ ખાન શાહરુખ ખાન સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. પણ અત્યારે કિંગ ખાનની ચર્ચાનુ મુખ્ય કારણ તેની સાસુમાના છે. થોડા દિવસ પહેલા જ કિંગ ખાને તેની સાસુમાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ઉજવણી દરમિયાનની તસવીરો તેની પત્ની ગૌરી ખાને શૅર કરી છે. તસવીરોને સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની માતાની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં શાહરુખ ખાનના દીકરા અબરામ અને તેની સાસુમા પણ દેખાય છે. તસવીર સોશિયલ મીડિયા પર આવતાં જ વાયરલ થઈ ગઈ. આ તસવીર સાથે ગૌરી ખાને માતાને જન્મદિવસની વધામણી પણ આપી છે.

જણાવીએ કે સાસુમાની તસવીરને જોઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. તસવીરમાં શાહરુખ ખાન અને અબરામ કૅઝ્યુઅલ ડ્રેસમાં દેખાય છે. જ્યારે ગૌરી ખાનની માતા પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાય છે.

જણાવીએ કે ગૌરી ખાનની માતા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછા પ્રમાણમાં એક્ટિવ જોવા મળે છે. એવામાં તેમની તસવીર જોઇને શાહરુખ ખાનના ચાહકો ક્રેઝી થઈ ગયા છે. ગૌરી ખાનની આ પોસ્ટ પછી તેમના ચાહકોએ તેમની માતાને જન્મદિવસની ઘણી વધામણીઓ અને લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે.

નોંધનીય છે કે શાહરુખ ખાન અને તેના ફેમિલી મેમ્બર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે, ઘણીવાર, દીકરા અબરામ કે દીકરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. છેલ્લે શાહરુખ ખાને દીકરા અબરામની તસવીર શૅર કરીને જણાવ્યું હતું કે અબરામને કરાટામાં યેલો બેલ્ટ મળી ચૂક્યું છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

સૂત્રો પ્રમાણે શાહરુખ ખાન હાલ પોતાની નવી ફિલ્મ પર કામ કરી રહ્યો છે. જેના ટાઇટલ સહિત અન્ય માહિતી ટૂંક સમયમાં જ અનાઉન્સ કરવાની વાતો થઈ રહી છે. શાહરુખ ખાન છેલ્લે સ્ક્રીન પર ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. જેમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફે પણ કામ કર્યું હતું.

Shah Rukh Khan gauri khan abram khan bollywood bollywood events bollywood gossips bollywood news