14 February, 2026 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માર્ચમાં લગ્ન કરશે ગૌરવ કપૂર અને ક્રિતિકા કામરા
ક્રિકેટ-હોસ્ટ ગૌરવ કપૂર અને અભિનેત્રી ક્રિતિકા કામરા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાનાં છે. છેલ્લા કેટલાક દિવસથી બન્નેનાં લગ્નને લઈને ચર્ચા ચાલી રહી હતી અને હવે અહેવાલો મુજબ આ કપલ માર્ચ મહિનામાં પોતાના જીવનની નવી શરૂઆત કરશે. સાથે જ બન્નેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કેવા પ્રકારનાં લગ્ન કરવા માગે છે.
ક્રિતિકા અને ગૌરવે ભવ્ય અને આલીશાન ડેસ્ટિનેશન વેડિંગ કરતાં મૉડર્ન અને મિનિમલિસ્ટ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બન્ને પોતાનાં લગ્નની તૈયારીઓમાં વ્યક્તિગત રીતે વ્યસ્ત છે અને દરેક નાની-મોટી બાબતનું વિચારીને આયોજન કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ લગ્ન મુંબઈમાં થશે. કપલના નજીકના મિત્રના જણાવ્યા પ્રમાણે ગૌરવ અને ક્રિતિકા માટે લગ્નનો અર્થ વિશાળ આયોજન નહીં, પરંતુ એની પાછળની લાગણી અને મહત્ત્વ છે અને એટલે જ તેમણે ડેસ્ટિનેશન વેડિંગને બદલે મુંબઈમાં સાદી, મૉડર્ન અને ઇન્ટિમેટ સેરેમની રાખવાનો નિર્ણય કર્યો છે.