‘ગૅસલાઇટ’નું પાત્ર મેન્ટલી અને ફિઝિકલી ચૅલેન્જિંગ હતું : સારા

15 March, 2023 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને પવન કિરપાણીએ ડિરેક્ટ કરી છે જે ડિઝની+હૉટસ્ટાર પર ૩૧ માર્ચે રિલીઝ થઈ રહી છે.

સારા અલી ખાન

સારા અલી ખાનનું કહેવું છે કે તેની ‘ગૅસલાઇટ’નું પાત્ર મેન્ટલી અને ફિઝિકલી ખૂબ જ ચૅલેન્જિંગ હતું. આ ફિલ્મમાં તે​ મિશાનું પાત્ર ભજવી રહી છે. તે પંદર વર્ષ બાદ તેના ફૅમિલી એસ્ટેટમાં આવે છે અને ત્યાં વિચિત્ર વસ્તુઓ થાય છે. એમાં તે પણ ફસાય છે. તે આ ફિલ્મમાં શારીરિક રીતે અક્ષમ પાત્રની ભૂમિકા ભજવી રહી છે. તેની સાથે આ ફિલ્મમાં વિક્રાન્ત મૅસી અને ચિત્રાંગદા સિંહ પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને પવન કિરપાણીએ ડિરેક્ટ કરી છે જે ડિઝની+હૉટસ્ટાર પર ૩૧ માર્ચે રિલીઝ થઈ રહી છે. આ વિશે વાત કરતાં સારા અલી ખાને કહ્યુ કે ‘મારી ‘ગૅસલાઇટ’ એક સરસ એસ્ટેટમાં સેટ છે. આ ફિલ્મ મારા પાત્ર મિશાની આસપાસ ફરે છે જે તેના પિતાની ગેરહાજરી પાછળનું રહસ્ય શોધવા માગતી હોય છે. તેની આ શોધમાં તેની સાથે ઘણી વિચિ​ત્ર વસ્તુઓ થાય છે. આ પાત્ર મારા માટે મેન્ટલી અને ફિઝિકલી ખૂબ જ ચૅલેન્જિંગ હતું. આ પાત્રમાં ઘણાં લેયર્સ છે.’

આ વિશે વિક્રાન્ત મૅસીએ કહ્યું કે ‘મને ‘ગૅસલાઇટ’નું શૂટિંગ કરતી વખતે ઘણી મજા આવી હતી. આ એક એવી મર્ડર મિસ્ટરી છે જેમાં દરેક પાત્રનાં રહસ્ય ખૂલતાં તે વધુને વધુ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે. મારું કપિલનું પાત્ર પણ કૉમ્પ્લેક્સ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood sara ali khan upcoming movie