ગેંગ્સ ઓફ વાસેપુરનું ટોપ 100 ફિલ્મમાં નામ, પણ અનુરાગ કશ્યપ છે નાખુશ

15 September, 2019 11:18 AM IST  |  મુંબઈ

ગેંગ્સ ઓફ વાસેપુરનું ટોપ 100 ફિલ્મમાં નામ, પણ અનુરાગ કશ્યપ છે નાખુશ

ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરનો સમાવેશ 21મી સદીની સૌથી સારી ફિલ્મોમાં સામેલ કરવામાં આવી છે. વર્ષ 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મનો સમાવેશ 'ધ ગાર્ડિયન'ની 21મી સદીની 100 સૌથી સારી ફિલ્મોમાં થયો છે. અને ફિલ્મને આ લિસ્ટમાં 59મું સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં સામેલ થનારી આ એક માત્ર ભારતીય ફિલ્મ છે. ત્યારે આ લિસ્ટમાં ગેંગ્સ ઓફ વાસેપુરનો સમાવેશ ભારતીય સિનેમાના ઐતિહાસિક પળોમાંનું એક છે.

ફિલ્મના ડિરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વાતની જાહેરાત કરી ખુશી વ્યક્ત કરી છે. જો કે પોતાની ફિલ્મનો આ લિસ્ટમાં સમાવેશ થવા છતાંય તેઓ આ લિસ્ટને લઈ નાખુશ દેખાઈ રહ્યા છે. જીહાં, અનુરાગ કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી સાથે એક નોટ પણ મૂકી છે, જે વાંચતા લાગે છે કે તેઓ આ લિસ્ટથી ખુશ નથી.

તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે,'આ લિસ્ટમાં જગ્યા મળતા હું ખુશ છું, પરંતુ હું એ પણ ખબર છે કે આ લિસ્ટ મારી ન હો. આમાં કેટલીક એવી ફિલ્મો છે જે મને ગમે છે, જે મારી ફિલ્મની નીચે છે અને ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ડાર્ક નાઈટ 98મા નંબર પર છે, તે આ લિસ્ટમાં ઉપર હોવું જોઈએ. આ લિસ્ટમાં પહેલા નંબરે રહેલી ફિલ્મ સાથે ઈત્તેફાક છે. આ ફિલ્મ 21મી સદીની મારી સૌથી ફેવરિટ ફિલ્મ છે.'

ફિલ્મમેકિંગમાં જિંદગી બરબાદ કરી

સાથે જ તેમણે કહ્યું કે,'આ એ જ ફિલ્મ છે, જેણે મારી ફિલ્મ મેકિંગ જિંદગી બરબાદ કરી નાખી, કારણ કે આ તેના લીધે ફેન્સની આશાઓ વધી ગઈ છે. બાદમાં મારી દરેક ફિલ્મ સાથે એવું થયું કે હું હંમેશા ઈમેજ બ્રેક કરવાની કોશિશ કરુ છું અને આશા છે કે હું એક દિવસ તો પોતાના પ્રયાસમાં સફળ થઈ જઈશ.'

આ પણ વાંચોઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને...

ઉલ્લેખનીય છે કે 'ગેંગ્સ ઓફ વાસેપુર' સિરીઝની ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. જે ફિલ્મ ઝારખંડના ધનબાદ જિલ્લામાં વાસેપુર શહેરના કોલસા માફિયાની સ્ટોરી છે. આ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં મનોજ બાજપેયી, નવાઝુદ્દીન સિદ્દીકી, પિયુષ મિશ્રા જેવા ઘણા કલાકારોએ કામ કર્યું છે.'

anurag kashyap gangs of wasseypur entertaintment