05 March, 2026 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરિશ્મા કપૂર, સંજય કપૂર
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ વિશે ચાલી રહેલા વારસાગત વિવાદમાં દિલ્હી હાઈ કોર્ટે તેની વસિયતની ફૉરેન્સિક અને હૅન્ડરાઇટિંગ તપાસને મંજૂરી આપી છે. આ આદેશ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બાળકો સમાયરા કપૂર અને કિઆન રાજ કપૂર તેમ જ સંજય કપૂરની માતા રાની કપૂરની અપીલ બાદ આવ્યો છે. આ લોકોએ સંજય કપૂરની વસિયતની અસલિયત પર સવાલ ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા કપૂરે નકલી દસ્તાવેજ તૈયાર કર્યા છે.
કરિશ્મા કપૂરનાં બાળકો તરફથી વકીલ શાંતનુ અગ્રવાલે દલીલ કરી કે જો વસિયત અસલી હશે તો ફૉરેન્સિક તપાસનો વિરોધ ન થવો જોઈએ. આ પહેલાં પ્રિયા કપૂરે ફૉરેન્સિક અને હૅન્ડરાઇટિંગ તપાસની માગ કરતી અરજીનો કડક વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તેમની દલીલો ફગાવી દીધી.