બૉલીવુડની યાત્રા મારા માટે નવું-નવું શીખવા સમાન રહી છે : અમિત સાધ

20 April, 2020 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડની યાત્રા મારા માટે નવું-નવું શીખવા સમાન રહી છે : અમિત સાધ

અમિત સાધ

અમિત સાધ માટે બૉલીવુડની દસ વર્ષની જર્નીમાં તેને ઘણુંબધું શીખવા મળ્યું છે. તેણે ૨૦૧૦ની ૧૬ એપ્રિલે આવેલી ‘ફૂંક 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે ‘કાઇપો છે’ અને ‘ગોલ્ડ’માં ભજવેલાં પાત્રોની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. પોતાની જર્ની વિશે અમિત સાધે કહ્યું હતું કે ‘સમય ખૂબ ઝડપથી પસાર થઈ ગયો છે. એવું લાગે છે જાણે કે હજી ગઈ કાલની જ વાત હોય. ‘ફૂંક 2’ રિલીઝ થઈ એ અગાઉ હું ખૂબ એક્સાઇટેડ હતો. આજે એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. મને આ જર્ની ઘણુંબધું શીખવાડી ગઈ છે. હું મારા દર્શકો અને ફિલ્મમેકરનો આભાર માનું છું કે તેમણે મારા જેવા બહારથી આવેલા માણસનો સ્વીકાર કર્યો.’

entertainment news bollywood bollywood news amit sadh