✕

આવારાપન 2ની સફળતાને પગલે ઇમરાન હાશ્મીએ ખરીદી કરોડોની મર્સિડીઝ

04 October, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે ઇમરાનની કારની ઍક્સ-શોરૂમ કિંમત ૩.૭૪ કરોડ રૂપિયા છે, જ્યારે એનું પ્રો વર્ઝન ૪.૪૩ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી છેલ્લે ફિલ્મ ‘આવારાપન 2’માં જોવા મળ્યો હતો અને આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સારી એવી સફળતા પણ મળી છે. રિપોર્ટ છે કે આ સફળતાને પગલે ઇમરાને સફેદ રંગની નવી મર્સિડીઝ કાર ખરીદી છે. ઇમરાને મર્સિડીઝ-AMG G 63 ખરીદી છે, જેની આઇકૉનિક ડિઝાઇન ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે ઇમરાનની કારની ઍક્સ-શોરૂમ કિંમત ૩.૭૪ કરોડ રૂપિયા છે, જ્યારે એનું પ્રો વર્ઝન ૪.૪૩ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news emraan hashmi