મને મળવા બોલાવી બળજબરીથી અયોગ્ય સ્પર્શ કર્યો: બૉલિવૂડ ઍક્ટર પર મહિલાએ કર્યો આરોપ

30 November, 2024 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Fir against Actor Sharad Kapoor: મુંબઈમાં ખાર પોલીસના જણાવ્યા મુજબ, 32 વર્ષની મહિલાએ કેસ દાખલ કર્યો હતો. ઘટનાની વિગતો આપતા, પીડિતાએ અભિનેતા પર આરોપ લગાવ્યો કે તેણે મને તેના ઘરે બોલાવી હતી, જે દરમિયાન તેણે મારી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.

શેખર કપૂર (મિડ-ડે)

બૉલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હિન્દી ફિલ્મ જગત ફરી એક વખત મહિલાઓના જાતીય શોષણના આરોપમાં ફરી એક વખત ફસાયું છે. ફિલ્મ જગતના એક જાણીતા અભિનેતા પર એક મહિલાએ અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ કર્યો છે. `જોશ`, `એલઓસી કારગિલ`, `લક્ષ્ય` જેવી અનેક લોકપ્રિય ફિલ્મો માટે જાણીતા અભિનેતા શરદ કપૂર (Fir against Actor Sharad Kapoor) સામે કથિત રીતે ગેરવર્તન અને એક મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈમાં ખાર પોલીસના જણાવ્યા મુજબ, 32 વર્ષની મહિલાએ કેસ દાખલ કર્યો હતો. ઘટનાની વિગતો આપતા, પીડિતાએ અભિનેતા પર આરોપ લગાવ્યો કે તેણે મને તેના ઘરે બોલાવી હતી, જે દરમિયાન તેણે મારી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો અને બળજબરીથી મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યું હતું.

પીડિતાએ કહ્યું કે તે ફેસબુક દ્વારા અભિનેતા (Fir against Actor Sharad Kapoor) શરદ કપૂરના સંપર્કમાં આવી હતી, ત્યારબાદ તેણે વીડિયો કૉલ દ્વારા તેની સાથે વાત કરી હતી, શરદે તેને કહ્યું હતું કે તે શૂટિંગ વિશે વાત કરવા માટે તેને મળવા માગે છે. આ પછી, તેણે ફોન દ્વારા પોતાનું લોકેશન મોકલ્યું હતું, અને પીડિતાને ખારમાં આવેલી તેની ઑફિસ આવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં જતાં તેણે જોયું કે તે તેની ઑફિસ નહીં પરંતુ ઘર છે.

જ્યારે પીડિતા બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ઘરમાં પહોંચી ત્યારે એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો અને અંદરથી શરદે અવાજ કર્યો અને પીડિતાને બેડરૂમમાં (Fir against Actor Sharad Kapoor) આવવા કહ્યું. સાંજે શરદે મહિલાને વોટ્સએપ મેસેજ કર્યો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. પીડિતાએ આખી ઘટના એક મિત્રને જણાવી, જેણે પછી નજીકના ખાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાને લઈને અભિનેતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. શરદ કપૂર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 સ્ત્રી સામે હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ, 75 જાતીય સતામણી (Fir against Actor Sharad Kapoor) અને 79 કોઈપણ મહિલાની નમ્રતાનું અપમાન હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વાતને કારણે ફિલ્મ જગત ફરી એક વખત મોટા વિવાદમાં ફસાય તેવી શક્યતા છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ હોબાળો મચ્યો છે અને લોકો અભિનેતા શરદ કપૂર સાથે બૉલિવૂડમાં લોકો સામે થતાં અપરાધોની ટીકા કરી ટ્રોલ કરી રહ્યા છે.

આ સાથે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ `પુષ્પાઃ ધ રાઇઝ`માં (Fir against Actor Sharad Kapoor) અલ્લુ અર્જુનના ભાઈની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલા તેલુગુ અભિનેતા શ્રી તેજ પર લગ્નની પ્રતિબદ્ધતાના બહાને ભાવનાત્મક, નાણાકીય અને શારીરિક શોષણનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ અભિનેતા વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

sexual crime bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news social media Rape Case