ઋષિ કપૂરને અંતિમ વાર 'શર્માજી નમકીન'માં સિલ્વર સ્ક્રિન પર જોઈ શકાશે

08 May, 2020 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઋષિ કપૂરને અંતિમ વાર 'શર્માજી નમકીન'માં સિલ્વર સ્ક્રિન પર જોઈ શકાશે

ઋષિ કપૂર (તસવીર સૌજન્ય: પીટીઆઈ)

બોલીવુડના ચૉકલેટ બૉય કહેવાતા ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ 67 વર્ષની ઊંમરમાં નિધન થયું છે. અત્યાર સુધી તેઓ જ્યારે પણ સ્ક્રિન પર આવ્યા છે ત્યારે ત્યારે તેમણે એક અલગ જ ચાર્મ પાથર્યો છે. ચાહકો આ ચાર્મના વધુ એકવાર સાક્ષી બની શકે તેવો મોકો મળવાનો છે. 'શર્માજી નમકીન'ના સહ નિર્માતા હની ટ્રેહનનું માનવું છે કે, પ્રેક્ષકો તેમની અંતિમ ફિલ્મના સાક્ષી બને. એટલે આ ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવશે તેવું તેમેન વચન આપ્યું છે.

હની ટ્રેહને કહ્યું હતું કે, તેમના પરિવાર, મિત્રો અને ચાહકો માટે અમારે આ ફિલ્મને થિયેટર સુધી લઈ જવી છે. સિલ્વર સક્રિન પર તેમને જોવા એ આપણા સહુ માટે લ્હાવો છે. આ ફિલ્મમાં ફક્ત પૈસા જ નહી પણ લાગણીઓ ઈનવેસ્ટ કરવા બદલ હું પ્રોડયુસર રિતેશ સિધવાની અને પ્રોડયુસર ફરહાન અખ્તરતો આભારી છું.

'શર્માજી નમકીન'માં ઋષિ કપૂરની સાથે જુહી ચાવલા મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મની વાર્તા નિવૃત્તવ્યક્તિના જીવનની આસાપાસ ફરે છે. જે જીવનમાં ખૂશી શોધવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મનું ગત ડિસેમ્બર મહિનામાં ફ્લોર પર ગઈ હતી. જાન્યુઆરી મહિનામાં મોટા ભાગની ફિલ્મનું શુટિંગ થઈ ગયું છે. ફાઈનલ સિનનું માર્ચ મહિનામાં મુંબઈમાં શુટિઇગ થવાનું હતું. પરંતુ લૉકડાઉનને કારણે તે અટકી ગયું હતું. લગભગ ચાર દિવસનું શેડયુલ બાકી હાવનું સુત્રોનું કહેવું છે.

ફિલ્મનું રીડીંગ ચાલતું હતું ત્યાતરે મુખ્ય અભિનેત્રી જુહી ચાવલાએ કેટલીક તસવીરો શેર કરી હતી.

ફિલ્મનું શુટિંગ બાકી છે ત્યારે અચાનક અભિનેતાનું નિધન થતા ફિલ્મ કઈ રીતે પુરી કરવી તે ડાયરેક્ટર હિતેશ ભાટિયા અને યુનિટ માટે એક ટાસ્ક છે. એટલે હનીએ કહ્યું હતું કે, ફિલ્મની ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખીને અમે વીએફએક્સ તેમજ એડવાન્સ ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને શુટિંગ પુરૂ કરીશું અને ફિલ્મને થિયેટરોમાં જ રિલીઝ કરીશું.

entertainment news bollywood bollywood news upcoming movie rishi kapoor juhi chawla