24 November, 2025 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર ઍટલીની ૮૦૦ કરોડની સાયન્સ ફિક્શન ફિલ્મની લાંબા સમયથી ચર્ચા હતી. હવે આખરે સત્તાવાર રીતે ફિલ્મની ફાઇનલ કાસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. ૨૦૨૭માં રિલીઝ થનારી આ મેગા ફિલ્મમાં દીપિકા પાદુકોણ, જાહ્નવી કપૂર, મૃણાલ ઠાકુર, રશ્મિકા મંદાના અને રામ્યા ક્રિષ્નન એમ પાંચ-પાંચ હિરોઇનો જોવા મળશે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ પણ કૅમિયો કરતો જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં અલ્લુ અર્જુન ચાર અલગ-અલગ પાત્રોમાં જોવા મળશે.