ફિલ્મો દ્વારા વિશ્વને જોડવાનું કામ કરવાનું છે, તોડવાનું નહીં : નવાઝુદ્દીન

26 May, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુરાગ કશ્યપે પણ ‘ધ કેરલ સ્ટોરી’ના બૅનને અયોગ્ય જણાવ્યો હતો

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે જો કોઈ ફિલ્મ લોકોની લાગણી દુભાવતી હોય તો એ ખરેખર ખોટું કહેવાય. આ વાત તેણે ફિલ્મને બૅન કરવા વિશે કહી હતી. ‘ધ કેરલ સ્ટોરી’ને કેટલાંક રાજ્યોમાં બૅન કરવામાં આવી છે. એને લઈને અનેક લોકો આ પ્રતિબંધને અયોગ્ય ઠેરવી રહ્યા છે. અનુરાગ કશ્યપે પણ આ બૅનને અયોગ્ય જણાવ્યો હતો. તેની સાથે સહમત થતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ‘હું તેની સાથે સહમત છું. જો કોઈ ફિલ્મ કે નૉવેલ કોઈની લાગણીને ઠેસ પહોંચાડે તો એ ખોટો કહેવાય. દર્શકોને કે તેમની લાગણીને દુભાવવા માટે અમે ફિલ્મો નથી બનાવતા. શાંતિ જળવાઈ રહે અને લોકોમાં પરસ્પર પ્રેમ કાયમ રહે એ સંદેશ આપવા માટે અમે ફિલ્મો બનાવીએ છીએ. એને પ્રોત્સાહન આપવાની અમારી જવાબદારી છે. આ વિશ્વમાં કોઈ વસ્તુનો પ્રતિબંધ ન કરી શકાય. આમ છતાં જો ફિલ્મમાં એવી તાકાત હોય કે તે લોકોને અને સામાજિક શાંતિ ભંગ કરતી હોય તો એ ખરેખર ખોટું છે. આપણે આ ​વિશ્વને જોડવાનું છે, તોડવાનું નથી.’

the kerala story nawazuddin siddiqui bollywood news bollywood gossips bollywood entertainment news