ફિલ્મમેકર વિપુલ શાહ બનાવશે ૧૨ શૉર્ટ ફિલ્મ્સ

06 September, 2020 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમેકર વિપુલ શાહ બનાવશે ૧૨ શૉર્ટ ફિલ્મ્સ

વિપુલ શાહ

ફિલ્મમેકર વિપુલ શાહ ૧૨ શૉર્ટ ફિલ્મ્સ બનાવશે. આ માટે તે યંગ સ્ટાર્સને લેશે. વિપુલ શાહે ‘આંખેં’ અને ‘નમસ્તે લંડન’ બનાવી હતી. એ વિશે વિપુલ શાહે કહ્યું હતું કે ‘મેં લગભગ ૧૦૦૦ ડેઇલી સોપ્સના એપિસોડ્સ બનાવ્યા હતા, સાથે જ ફિલ્મો પણ બનાવી છે. જોકે એવી કેટલીક અદ્ભુત સ્ટોરીઝ પણ છે જેને ૧૫થી ૨૦ મિનિટની અંદર જ દેખાડી શકાશે. આ અલગ અને એક્સાઇટિંગ ફૉર્મેટ છે, જેના પર મેં આજ સુધી કદી પણ હાથ નથી અજમાવ્યો. એવી કેટલાક આઇડિયાઝ અને સ્ટોરીઝ છે જે ફિચર ફિલ્મ કે વેબ-શોમાં બંધ નથી બેસતી. જોકે આવી સ્ટોરીઝ કહેવી પણ જરૂરી છે. આજે તો શૉર્ટ ફિલ્મનું ફૉર્મેટ પણ મળી રહે છે. આ ખૂબ જ એક્સાઇટિંગ ફૉર્મેટ, એક્સાઇટિંગ કન્ટેન્ટ અને એને રજૂ કરવાની એક્સાઇટિંગ રીત પણ છે. યંગ ટૅલન્ટ સાથે કામ કરવું હંમેશાં સારું લાગે છે. નવા રાઇટર્સ સાથે કામ કરવાને લઈને ઉત્સાહી છું. તેઓ સમય કરતાં આગળ હોય છે, તેઓ અદ્ભુત છે. પૂરી તૈયારી અને પૂરી માહિતી સાથે હાજર હોય છે. દરેક ફૉર્મેટમાં અમે અનેક રાઇટર્સ સાથે કામ કરવા માગીએ છીએ. અમે નવા અને ટૅલન્ટેડ લોકોને મળતા રહીશું અને સ્ટોરીઝ પણ વાંચતા રહીશું. અમે અમારી ફિલ્મો રિલીઝ કરીએ એ પહેલાં વિવિધ ફેસ્ટિવલ્સની પણ માહિતી મેળવી લઈશું. આ પણ મારા માટે અને મારી ટીમ માટે નવું ફીલ્ડ છે. અમે ફિલ્મોને સારી રીતે રિલીઝ કરવા માગીએ છીએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie vipul shah