ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થતી ફિલ્મ અવૉર્ડ્સ શોમાં સામેલ થવી જોઈએ:ભૂમિ

27 November, 2020 08:32 PM IST  |  Mumbai | Harsh Desai

ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થતી ફિલ્મ અવૉર્ડ્સ શોમાં સામેલ થવી જોઈએ:ભૂમિ

ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થતી ફિલ્મ અવૉર્ડ્સ શોમાં સામેલ થવી જોઈએ:ભૂમિ

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે વેબ પર રિલીઝ થનારી ફિલ્મોનો સમાવેશ અવૉર્ડ્સ શોમાં કરવો જોઈએ. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન હોવાથી ઘણી ફિલ્મોને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી હતી. ભૂમિની ‘દુર્ગામતી’ પણ હવે ઑનલાઇન રિલીઝ થવા જઈ રહી છે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘અમે જ્યારે ‘દુર્ગામતી’ બનાવી રહ્યા હતા ત્યારે અમે દર્શકોને સિનેમામાં મનોરંજન પૂરું પાડવા માગતા હતા. ત્યાર બાદ કોરોના વાઇરસને કારણે એની અસર ઇન્ડસ્ટ્રી પર પડી હતી. ડિજિટલી ફિલ્મ પહેલાં રિલીઝ થાય એ પણ અમારા માટે એક નવી વાત છે.’
ભૂમિની અગાઉ ‘ડૉલી કિટી ઔર વો ચમકતે સિતારે’ પણ ડિજિટલી રિલીઝ થઈ હતી. આ વિશે વધુ વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મારા દિલની ખૂબ જ નજીક હોય એવી બે ફિલ્મ ઑનલાઇન રિલીઝ થઈ છે. ઍક્ટર તરીકે મને અહેસાસ થયો છે કે આ ફિલ્મો દુનિયાભરના દર્શકો સુધી પહોંચવી જોઈએ. મને ખુશી છે કે ‘ડૉલી કિટી ઔર વો ચમકતે સિતારે’ને લોકોએ પસંદ કરી. તેમને ‘દુર્ગામતી’ પણ પસંદ પડશે એવી આશા છે.’
વિદેશમાં વેબ ફિલ્મનો સમાવેશ અવૉર્ડ્ શોમાં કરવામાં આવે છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘આ પરિસ્થિતિમાં આપણા દેશના અવૉર્ડ શોમાં વેબ ફિલ્મોનો પણ સમાવેશ કરવો જોઈએ. આપણા દેશ માટે આ ખૂબ જ અગત્યનું છે અને ઍક્ટર દ્વારા ખૂબ જ મહેનત કરી છે એને ધ્યાનમાં રાખવું જોઈએ.
વેસ્ટમાં મોટા-મોટા અવૉર્ડ્સ પણ સારી વેબ ફિલ્મોનો સમાવેશ કરે છે અને આપણે પણ ઇન્ડિયામાં એ ફૉલો કરવું જોઈએ. આનાથી ઇન્ડસ્ટ્રીને વધુ ફાયદો થશે અને લોકો વધુ સારી ફિલ્મો બનાવશે.’

bhumi pednekar harsh desai bollywood bollywood news bollywood gossips