મધ્ય પ્રદેશમાં તન્વી ધ ગ્રેટ ટૅક્સ-ફ્રી જાહેર

24 July, 2025 08:49 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે મંગળવારે અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ને રાજ્યમાં ટૅક્સ-ફ્રી જાહેર કરી.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ સાથે અનુપમ ખેર.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે મંગળવારે અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ને રાજ્યમાં ટૅક્સ-ફ્રી જાહેર કરી. હાલમાં આ ફિલ્મનું ભોપાલમાં ખાસ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું અને આ સ્ક્રીનિંગ પછી એને ટૅક્સ-ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ડૉ. મોહન યાદવે ફિલ્મને એક ઑટિસ્ટિક છોકરીના સંઘર્ષ, સંકલ્પ અને સપનાંઓને સમર્પિત એક મર્મસ્પર્શી ફિલ્મ ગણાવી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ ખાસ કરીને સ્પેશ્યલ બાળકો પ્રત્યે લોકોને વધુ સંવેદનશીલ, માનવીય અને દયાળુ બનવા પ્રેરણા આપશે.

અનુપમ ખેરે પણ પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમની ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરવા બદલ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવનો આભાર માન્યો છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા ૧૯ મહિનામાં ડૉ. મોહન યાદવની સરકારે ચાર ફિલ્મોને ટૅક્સ-ફ્રી જાહેર કરી છે જેમાં ‘આર્ટિકલ 370’, ‘ધ સાબરમતી રિપોર્ટ’, ‘છાવા’ અને હવે ‘તન્વી ધ ગ્રેટ’નો સમાવેશ થાય છે.

madhya pradesh anupam kher bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news