હ્રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30'નું નવું સૉન્ગ ‘Jugraafiya’ રિલીઝ

16 June, 2019 01:12 PM IST  | 

હ્રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30'નું નવું સૉન્ગ ‘Jugraafiya’ રિલીઝ

'સુપર 30'

ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30'નું નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતના બોલ તમારા દિલનું ‘Jugraafiya’ બદલી શકે છે. હકીકતમાં આ ગીતના બોલને ભૂગોળના અંગ્રેજી શબ્દ જિયોગ્રાફીથી લઈને નવા અંદાજમાં બનાવીને જુગરાફિયા કરી દીધું છે.

 

 

આ ગીતમાં હ્રિતિક રોશન અને મૃણાલ ઠાકુરની ક્યૂટ લવ સ્ટોરીને દર્શાવવામાં આવી છે. એમા હ્રિતિક રોશનની ફિલ્મી ગરીબી અને મૃણાલ ઠાકુરની અમીરીને પણ દર્શાવવામાં આવી છે. નોંધનીય છે કે આ ફિલ્મ આ વર્ષની લાંબી રાહ જોવડાવતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મને લઈને પહેલા જ દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશને બિહારના પ્રતિભાશાળી ગણિતશાસ્ત્રી આનંદકુમારની ભૂમિકા ભજવી છે.

 

 

આ ફિલ્મમાં મૃણાલ ઠાકુરની પણ મહત્વની ભૂમિકા છે. મૃણાલ લોકપ્રિય સીરિયલ 'Kumkum Bhagya'થી ચર્ચામાં આવી હતી. જેમા એણે બુલબુલની ભૂમિકા ભજવી હતી. આ ગીતમાં હ્રિતિક મૃણાલને ડાન્સ કરતા જોઈ લે છે. બાદ બન્નેની લવ સ્ટોરીને દર્શાવવામાં આવી છે. આ ગીતમાં હ્રિતિક મૃણાલના પિતાને પણ મળે છે. આ ગીતને ઉદિત નારાયણ અને શ્રેયા ઘોસાલે ગાયું છે. આ ફિલ્મ 12 જૂલાઈએ રિલીઝ થશે.

આ પણ વાંચો : Father's Day: જુઓ બૉલીવુડ સ્ટાર્સનો પિતા પ્રત્યે છે આવો અતૂટ પ્રેમ

આ ફિલ્મનું નિર્દેશ વિકાસ બહલે કર્યું છે. આ ફિલ્મની શૂટિંગ બાદ વિકાસ બહલનું નામ MeToo અભિયાનમાં આવી ગયું હતું. બાદ આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ Anurag Kashyapએ સંભાળ્યું હતું. હવે વિકાસ બહલને આ મામલામાં એક કમેટીની ક્લીન ચીટ આપી દીધી છે.

hrithik roshan bollywood news vikas bahl