લોકસભા ચુંટણી સમયે રીલિઝ થશે PM નરેન્દ્ર મોદીની ફિલ્મ

20 March, 2019 11:03 AM IST  | 

લોકસભા ચુંટણી સમયે રીલિઝ થશે PM નરેન્દ્ર મોદીની ફિલ્મ

પીએમ નરેન્દ્ર મોદી આ વર્ષે 12 એપ્રિલના રોજ રીલીઝ થશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આ વર્ષે 12 એપ્રિલના રોજ રીલીઝ કરવામાં આવશે. આજે ફિલ્મની રીલિઝ તારીખ જાહેર કરવામાં આવી છે. જેનો મતલબ એ થાય છે કે લોકસભા ચુંટણી 2019 સમયે જ આ ફિલ્મને માર્કેટમાં મુકવામાં આવશે.

મેરી કોમ ફિલ્મ બનાવીને સુંદર કામ કરનાર ઓમંગ કુમારના વડપણ હેઠળ બની રહેલ આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શુટીંગ આ દિવસોમાં ઘનું જોરશોરથી ચાલી રહ્યું છે. તમને જણાવી દઇએ કે લોકસભા ચુંટણી 2019ની શરૂઆથ 11 એપ્રિલથી 19 મે દરમ્યાન યોજાશે અને 23 મેના રોજ પરીણામ જાહેર થશે. જ્યારે ગુજરાતમાં મતદાનની તારીખ 23 એપ્રિલ છે. જેથી વોટીંગ પહેલા ફિલ્મને રીલિઝ કરીને લોકોમાં જબરદસ્ત માહોલ ઉભો કરવાનો પ્લાન જોવા મળી રહ્યો છે.

સંદીપ સિંહ, આનંદ પંડિત અને વિવેકના પિતા સુરેશ ઓબેરોય આ ફિલ્મને પ્રોડ્યુશ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મમાં પહેલા અમદાવાદ, કચ્છ, ભુજમાં શુટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉત્તરકાશી જીલ્લાના હર્ષિલ વેલીમાં શુંટ કરવામાં આવ્યું હતું. આ જગ્યાએ વિવેક ઓબેરોયને શુટીંગ વખતે ઇજા પણ પહોંચી હતી.

 

આ પણ વાંચો: અમદાવાદ પૂર્વથી મનોજ જોષીને મળી શકે છે લોકસભાની ટિકિટ

 

આ ફિલ્મમાં વિવેક ઓબેરોય સિવાય બમન ઇરાની, દર્શન કુમાર, જરીના વહાબ, મનોજ જોષી, પ્રશાંત નારાયણ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અક્ષત સલુજા, અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બમન ઇરાની રતન તાતાની ભુમિકામાં જોવા મળશે તો જરીના બહાબ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના રોલમાં જોવા મળશે.

narendra modi vivek oberoi