'ABCD' ફૅમ કોરિયોગ્રાફર કિશોર શેટ્ટીની ડ્રગ્સ સપ્લાયના આરોપમાં ધરપકડ

19 September, 2020 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'ABCD' ફૅમ કોરિયોગ્રાફર કિશોર શેટ્ટીની ડ્રગ્સ સપ્લાયના આરોપમાં ધરપકડ

કિશોર શેટ્ટી

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ તપાસ વધુ ઝડપી કરી છે. ત્યારે બીજી બાજુ મેગલુરુ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે ડ્રગ્સ કેસમાં ફિલ્મ 'ABCD' ફૅમ કોરિયોગ્રાફર કિશોર શેટ્ટી (Kishore Shetty)ની ધરપકડ કરી લીધી છે. તેનાં પર ડ્રગ્સ રાખવાનો આરોપ છે.

કિશોર શેટ્ટી પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાની ફિલ્મ 'ABCD'માં કામ કરી ચૂક્યો છે. તે રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'નો સ્પર્ધક હતો. જેને કારણે તે સૌથી વધુ ફેમસ થયો છે. મેગલુરુ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સપ્લાયના આરોપમાં તેની ધરપકડ કરી છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, કિશોર શેટ્ટી મુંબઈથી મેંગલુરૂ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસની ખબર પ્રમાણે, કોરિયોગ્રાફર કિશોર શેટ્ટી વિરુદ્ધ FIR નારકોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ નોંધવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેગલુરુ શહેરની પોલીસ આયુક્ત વિકાસ ટૂંક સમયમાં આ મામલે ઔપચારિક્તા પૂર્ણ કરશે બાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે.

તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બૉલિવુડમાં ડ્રગ્સનો મામલો બહુ ઉછળ્યો છે.

entertainment news bollywood bollywood news abcd