‘ફાઇટર’ના આગામી શેડ્યુલ માટે હૈદરાબાદ ગયો હૃતિક

01 March, 2023 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યો છે

ફાઇલ તસવીર

હૃતિક રોશન તેની ‘ફાઇટર’ના આગામી શેડ્યુલ માટે હૈદરાબાદ ગયો છે.  આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પણ કામ કરી રહ્યાં છે. હૃતિક હાલમાં જ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને કિસ કરીને ત્યાંથી છૂટો પડ્યો હતો. તે ત્યાંથી હૈદરાબાદ આ ફિલ્મના ત્રીજા શેડ્યુલ માટે ગયો હતો. તે ત્યાં ઍક્શન શૂટિંગ કરવાનો છે. તે હવે તેના ઍક્શનમાં બૉડી ડબલનો બહુ ઓછો ઉપયોગ કરી રહ્યો છે. આ શેડ્યુલમાં દીપિકા તેને જૉઇન નથી કરી રહી.

entertainment news bollywood bollywood news upcoming movie hrithik roshan hyderabad