મહિલાઓને ફિલ્મોમાં ઇક્વલ રાખવામાં આવતાં કેટલાક ફિલ્મમેકર્સને ઈર્ષા થાય

24 November, 2020 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓને ફિલ્મોમાં ઇક્વલ રાખવામાં આવતાં કેટલાક ફિલ્મમેકર્સને ઈર્ષા થાય

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરનું કહેવું છે કે મહિલા કલાકારોને ફિલ્મોમાં સમાનતા આપવામાં આવે તો કેટલાક ફિલ્મમેકર્સને ઈર્ષા આવે છે. મૃણાલ મુજબ રાકેશ ઓમપ્રકાશ મેહરા જેવા ફિલ્મમેકર ફીમેલ કૅરૅક્ટર્સને તેમની ફિલ્મોમાં ખાસ મહત્ત્વ આપે છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની ‘તૂફાન’માં મૃણાલ જોવા મળવાની છે. તેની સાથે ફરહાન અખ્તર પણ દેખાશે. ફિલ્મમેકર્સને લઈને મૃણાલે કહ્યું હતું કે ‘એવા કેટલાક ફિલ્મમેકર્સ છે જેમને મહિલા કૅરૅક્ટર્સને એક સમાન સ્ટોરી આપવા પર ઈર્ષા આવે છે. રાકેશના કામમાં જોવા મળે છે કે તેઓ કેટલી સુંદરતાથી મહિલાઓને દેખાડે છે. ‘રંગ દે બસંતી’માં સોહા અલી ખાનનું સાનિયાનું પાત્ર હોય કે પછી ‘દિલ્હી 6’નું ફીમેલ કૅરૅક્ટર હોય કે પછી ‘ભાગ મિલ્ખા ભાગ’ હોય; એમાં મહિલાઓનું પાત્ર યાદગાર છે. ‘તૂફાન’માં મારું પાત્ર એક ઍન્કરનું છે જે વહેણની સાથે વહેતી નથી. ફરહાન અને રાકેશ સાથે કામ કરવાનો અનુભવ સુંદર રહ્યો છે. તેઓ તમને અજાણતાં જ એવી વસ્તુઓ કરવા માટે આગળ વધારે છે જે તમે કદી પણ ન કરી હોય. તમારા કામમાં તેઓ બારીકાઈ લાવે છે. તમને તેઓ ઘણુંબધું શીખવાડે છે. ‘તૂફાન’ દ્વારા મને ખૂબ શીખવા મળ્યું છે. વર્તમાનમાં મહિલાઓ શોભાના પૂતળા સમાન નથી રહી. તેમની પાસે પોતાનો પક્ષ માંડવાનું સ્થાન છે અને ફરહાન જેવા કલાકારો એને સરળ બનાવે છે.’

entertainment news bollywood bollywood news