૩ વર્ષની ઉંમરે હૅરૅસમેન્ટનો ભોગ બની હતી ફાતિમા સના શેખ

01 November, 2020 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩ વર્ષની ઉંમરે હૅરૅસમેન્ટનો ભોગ બની હતી ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખે ખુલાસો કર્યો છે કે તે જ્યારે ૩ વર્ષની હતી ત્યારે તેની સાથે છેડતી થઈ હતી. તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે કૉમ્પ્રોમાઇઝ કર્યા બાદ જ ઇન્ડસ્ટ્રીમાં તને કામ મળશે. આ બધા અનુભવોને લઈને ફાતિમા સના શેખે કહ્યું હતું કે ‘હું જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે મારી સાથે છેડતી થઈ હતી, ના ત્યારે હું ૩ વર્ષની હતી. એથી તમે સમજી શકો છો કે સેક્સિઝમ કેટલું ઊંડું ઊતરી ગયું છે. આ એક લડાઈ છે, જેને આપણે દરરોજ લડીએ છીએ. આ લડાઈ તો દરેક મહિલા, દરેક વ્યક્તિ દરરોજ લડે છે. આશા રાખું કે આપણું ભવિષ્ય સારું બનશે. ભવિષ્ય સાથે મારી આશા બંધાયેલી છે. મને કેટલાક લોકો એમ કહેતા હતા કે તને સેક્સના માધ્યમથી જ કામ મળશે. તો આવી સ્થિતિમાંથી પણ હું પસાર થઈ છું. મારું કામ પણ છૂટી ગયું હતું. મારું માનવું છે કે ઇન્ડસ્ટ્રીની બહાર પણ લોકો ખાસ્સી એવી સ્ટ્રગલ કરે છે. સેક્સિઝમ હાલમાં બધી જ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલું છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips fatima sana shaikh