તામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા

06 March, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા

ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખ ૨૦૧૭માં આવેલી તામિલની હિટ ફિલ્મ ‘અરુવી’ની હિન્દી રીમેકમાં જોવા મળશે. આ રીમેકને ઈ. નિવાસ ડિરેક્ટ કરશે. આ અગાઉ તેણે ‘શૂલ’, ‘દમ’ અને ‘લવ કે લિએ કુછ ભી કરેગા’ પણ બનાવી હતી. આ રીમેકનું શૂટિંગ આ વર્ષે શરૂ કરવામાં આવશે. ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ફિલ્મને લઈને ફાતિમાએ કહ્યું હતું કે ‘હું આ ફિલ્મના કૅરૅક્ટરમાં ઊંડાણપૂર્વક ઊતરવા માટે આતુર છું. આ જર્નીની શરૂઆત કરવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું.’

ફિલ્મ વિશે ડિરેક્ટર ઈ. નિવાસે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘અરુવી’ની સ્ટોરી માત્ર હીરોની નથી. આ તો લાઇફની એક ભૂલભુલામણીને દેખાડશે. આ એક ખુશનુમા વાતાવરણથી ભરેલી ફિલ્મ છે. હું નસીબદાર છું કે મને આ સુંદર પાત્રને એક્સપ્લોર કરવાની તક મળી છે. ફાતિમા સના શેખ આ પાત્ર માટે યોગ્ય પસંદગી છે.’

entertainment news bollywood bollywood news fatima sana shaikh