3 વર્ષથી આ દુઃખાવાથી પીડાતી હતી દંગલ ગર્લ ફાતિમા સના શેખ, શૅર કરી પોસ્ટ

18 August, 2019 03:10 PM IST  |  મુંબઈ ડેસ્ક

3 વર્ષથી આ દુઃખાવાથી પીડાતી હતી દંગલ ગર્લ ફાતિમા સના શેખ, શૅર કરી પોસ્ટ

ફાતિમા સના શેખ

ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટનું પાત્ર ભજવનારી ફાતિમા સના શેખ તાજેતરમાં જ ટ્રોલર્સના નિશાને આવી ગઈ હતી, જેના પછી તેણે ટ્રોલર્સને જવાબ પણ આપ્યો હતો. હવે ફાતિમા સના શેખે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી જેમાં તેણે પોતાની તકલીફ વિશે જણાવ્યું, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ફાતિમાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ડૉક્ટર્સ સાથેની એક તસવીર શૅર કરી છે અને પોતાની મુશ્કેલી વિશે જણાવ્યું છે, જેનો તે છેલ્લા ઘણાં સમયથી સામનો કરી રહી હતી.

તેણે ડૉક્ટર્સ સાથેની તસવીર શૅર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, "હું છેલ્લા ત્રણ વર્ષથી ખભાના દુઃખાવાનો સામનો કરી રહી અને મને તેનો કોઇ જ ઇલાજ મળ્યો નથી. મને રોજ દુઃખાવો થતો અને પછી એક દિવસ હું @ dr.nilayshahને મળી ....જેના પછી ત્રણ વર્ષમાં પહેલા વાર હું વગર દુઃખાવાએ સૂઈ શકી." સાથે જ તેણે પોતાના ડૉક્ટર્સનો આભાર પણ માન્યો.

ફાતિમા ભલે ઘણાં સમયથી મોટા પડદા પર દેખાઈ નથી, પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેછે અને પોતાની તસવીરો શૅર કરતી હોય છે. તાજેતરમાં જ તે ટ્રોલર્સના નિશાને આવી ગઈ હતી, જ્યારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની તસવીર બ્લેક રાખી હતી. તે વખતે લોકોએ તેને પાકિસ્તાનના સમર્થનનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

આ અફવાઓ પછી ફાતિમાએ એક પોસ્ટ કરીને જણાવ્યું કે કોઇકે ટ્વિટર પર મારા વિશે એક ખોટી પોસ્ટ કરી છે, જે કહે છે કે મેં આજના દિવસે મારું ડીપી બ્લેક કરી દીધું છે. મને નથી ખબર તે આ ક્યાં કારણે છે. આ જ કારણ છે કે મને ઘણાં બધાં હેટર્સના મેસેજ આવી ગયા છે. પ્લીઝ બોગસ પોસ્ટની વાતોમાં ન આવો અને સત્ય જાણવાનો પ્રયત્ન કરો.

fatima sana shaikh bollywood bollywood events bollywood gossips bollywood news