લોકો મને કહેતા હતા કે તું હિરોઇન જેવી નથી દેખાતી : ફાતિમા સના શેખ

25 March, 2019 12:08 PM IST  | 

લોકો મને કહેતા હતા કે તું હિરોઇન જેવી નથી દેખાતી : ફાતિમા સના શેખ

ફાતીમા સના શેખ (ફાઈલ ફોટો)

ફાતિમા સના શેખનું કહેવું છે કે લોકો તેને એમ કહેતા હતા કે તું હિરોઇન જેવી નથી દેખાતી માટે તેને જે પણ રોલ મળે એ કરવા જોઈએ. ‘દંગલ’થી બૉલીવુડમાં પદાર્પણ કરનાર ફાતિમાએ ‘ચાચી ૪૨૦’માં એક બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. આ વિશે ફાતિમાએ કહ્યું હતું કે ‘એક બાળ કલાકાર તરીકે કામ છોડ્યાં બાદ મેં જ્યારે કમબૅક કર્યું તો કામ મળવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. મને કોઈ કામ આપતું ન હતું. લોકો મને એમ પણ કહેતા હતા કે તું દીપિકા પાદુકોણ અને કૅટરિના કૈફ જેવી નથી દેખાતી. હું હિરોઇન જેવી નથી દેખાતી માટે મને જે પણ ઑફર મળે એ સ્વીકારવી જોઈએ. એવા તો અનેક કિસ્સાઓ બન્યા હતા જ્યારે મને એમ કહેવામાં આવતું હતું કે હું સારી નથી દેખાતી. મારામાં માત્ર ઍક્ટિંગ કરવાની લગન હતી. આ જ કારણસર હું સેટ-અપ નાનો હોય તો પણ દરેક ઑડિશનમાં જતી હતી જેથી કરીને મને કૅમેરા સામે પર્ફોર્મ કરવાની તક મળે.’

આ પણ વાંચોઃ કુછ તો લોગ કહેંગે : ફાતિમા સના શેખ

bollywood news fatima sana shaikh