ફરહાન અખ્તર પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું શીખી છે મૃણાલ ઠાકુર

01 September, 2021 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૃણાલે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે લોકો મને વર્સટાઇલ ઍક્ટ્રેસ તરીકે ઓળખે અને હું સતત મારી જાતને એક્સપ્લોર કરું છું.

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર ‘તૂફાન’ના તેના કો-સ્ટાર ફરહાન અખ્તર પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી કઈ રીતે બહાર આવવું એ શીખી છે. ‘કુમકુમ ભાગ્ય’ના તેના રોલને કારણે તેને ખાસ્સી એવી ઓળખ મળી હતી. બાદમાં તેણે ‘સુપર 30’ અને ‘બાટલા હાઉસ’માં પણ કામ કર્યું હતું. તે શાહિદ કપૂર સાથે ‘જર્સી’માં દેખાવાની છે. અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં મૃણાલે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે લોકો મને વર્સટાઇલ ઍક્ટ્રેસ તરીકે ઓળખે અને હું સતત મારી જાતને એક્સપ્લોર કરું છું. હું અલગ-અલગ ડિરેક્ટર્સ સાથે કામ કરવા માગું છું.

તેણે કહ્યું કે મેં એક વાતની ખાતરી રાખી હતી કે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું છે અને એ હું ફરહાન અખ્તર પાસેથી શીખી છું. હું લોકોને પ્રેરિત કરવા માગું છું અને એ પણ મારા કામના માધ્યમથી થાય તો એનાથી સારી બાબત કોઈ નહીં. મારી ઇચ્છા છે કે હું એવી ફિલ્મો કરું કે જે લોકો પર સારી છાપ છોડી જાય. સાથે જ એ લોકોને જોડી પણ શકે. કનેક્શન અગત્યનું છે.’

farhan akhtar amazon prime bollywood news