07 August, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઈરલ તસવીર
ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન ત્રણ બાળકો દીકરીઓ દિવા અને અન્યા તેમ જ દીકરા ઝારની માતા છે. આ ત્રણેય ટ્રિપ્લેટ્સ છે. ફારાહ અને પતિ શિરીષ કુંદર ૨૦૦૮માં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા આ બાળકોના પેરન્ટ્સ બન્યાં છે. ફારાહનાં ત્રણેય બાળકો ૧૭ વર્ષનાં છે અને તેઓ હાલમાં દસમા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ફારાહ એન્ટરટેઇનમેન્ટના ફીલ્ડમાં હોવા છતાં તે ભાગ્યે જ બાળકોની તસવીરો જાહેરમાં શૅર કરે છે અને આ કારણે જ થોડા સમય પહેલાં જ્યારે ફારાહે તેના લિસ્બન-વેકેશનની દીકરી દિવા સાથેની તસવીર શૅર કરી ત્યારે આટલી મોટી દીકરીને જોઈને ફૅન્સને બહુ આશ્ચર્ય થયું છે.
ફારાહે આ તસવીર પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘આ તસવીર પોસ્ટ કરવા દેવા બદલ મારી દીકરી દિવાની બહુ આભારી છું.’