દિલ બેચારામાં સુશાંતને પહેલી વખત કોરિયોગ્રાફ કર્યો ફારાહ ખાને

11 July, 2020 09:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ બેચારામાં સુશાંતને પહેલી વખત કોરિયોગ્રાફ કર્યો ફારાહ ખાને

‘દિલ બેચારા’ના ગીત માટે સુશાંત સિંહ રાજપૂતને કોરિયોગ્રાફ કરનાર ફારાહ ખાન કુંદર માટે આ ફિલ્મ ખૂબ જ સ્પેશ્યલ છે. આ ગીત ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મ સુશાંતની છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા સંજના સાંઘીએ બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ 24 જુલાઈએ ઑનલાઇન રિલીઝ થવાની છે. સુશાંતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી હતી કે ‘આ ગીત મારી ખૂબ નજીક છે, કારણ કે મેં પહેલી વખત સુશાંતના ગીતમાં કોરિયોગ્રાફી કરી છે. અમે ઘણા સમયથી ફ્રેન્ડ્સ છીએ, પરંતુ અમે કદી પણ સાથે કામ નથી કર્યું. મુકેશ છાબરાને મેં પ્રૉમિસ કર્યું હતું કે તે જ્યારે પણ ફિલ્મ ડિરેક્ટ કરશે તો ગીતની કોરિયોગ્રાફી હું કરીશ. મારી ઇચ્છા હતી કે આ ગીત એક શૉટમાં કરવામાં આવે, કારણ કે હું જાણતી હતી કે સુશાંત આ ગીતને સારી રીતે કરી શકશે. મને આજે પણ યાદ છે કે સુશાંત એક વખત રિયલિટી શોમાં આવ્યો હતો, એમાં હું જજ હતી અને તે સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવ્યો હતો. એ એકમાત્ર એવો સમય હતો જ્યારે સેલિબ્રિટી ગેસ્ટે સ્પર્ધકો કરતાં પણ ખૂબ સારો ડાન્સ કર્યો હતો. અમે આખો દિવસ રિહર્સલ કર્યાં અને અડધા દિવસમાં શૂટિંગ પૂરું કર્યું હતું. આખો ડાન્સ ખૂબ જ સરસ રીતે કરવા માટે સુશાંતને રિવૉર્ડ તરીકે મારા ઘરનું જમવાનું જોઈતું હતું. હું તેના માટે લઈ પણ આવી હતી. મેં ગીત જોયું છે એને જોઈને લાગે છે કે તે ખૂબ લાઇવ હતો. તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. હા, આ ગીત મારા માટે સ્પેશ્યલ છે. મુકેશ છાબરા, તારી આ જર્નીમાં મને સામેલ કરવા માટે તારો આભાર.’

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput farah khan