Farah Khan સાથે Sania Mirzaના ક્યૂટ દીકરાની તસવીર થઈ વાયરલ

10 July, 2019 02:35 PM IST  | 

Farah Khan સાથે Sania Mirzaના ક્યૂટ દીકરાની તસવીર થઈ વાયરલ

ફારાહ ખાન

પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફારાહ ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ફારાહ ખાન સાથે જાણીતી બેડમિન્ટન પ્લેયર સાનિયા મિર્ઝાનો દીકરો છે. આ તસવીરને શૅર કરતા ફારાહ ખાને સુંદર કેપ્શન પણ લખ્યું છે. ફારાહ ખાન અને સાનિયા મિર્ઝા બન્ને સારા મિત્ર છે.

બન્ને ધ કપિલ શર્મા શૉમાં પણ સાથે આવી ચૂકી છે અને આ શૉમાં બન્નેએ કપિલ શર્મા સાથે ઘણી મજાક મસ્તી કરી હતી. હાલમાં જ ફારાહ ખાને સાનિયા મિર્ઝાના દીકરા સાથે એક તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

આ તસવીરને પોસ્ટ કરતા ફારાહ લખે છે 'મારો બેબી ઈઝૂ અને હું....ખુશીયો કી બૉલ જિસે દુલાર સકતે હૈં. આ તસવીરને સાનિયા મિર્ઝાએ ક્લિક કરી છે અને ફારાહ ખાને તસવીરના કેપ્શનમાં સાનિયાને આ તસવીર માટે ક્રેડિટ પણ આપ્યું છે. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાના દીકરાનું નામ ઈઝાન છે.

જણાવી દઈએ કે ફારાહ ખાને તસવીરના કેપ્શનમાં ફોટો ક્લિકને લઈને સાનિયા મિર્ઝાના વખાણ પણ કર્યા છે. તે લખે છે કે કમાલનું કામ કર્યું છે આ વાતને જોતા કે તે 2 સેકન્ડ માટે પણ સ્થિર નથી રહી શકતી.

આ પણ વાંચો : તમન્ના ભાટિયાએ બમણી કિંમત આપીને ખરીદ્યું મુંબઈમાં આલીશાન ઘર? આ છે હકીકત

મહત્વનું છે કે આ વાતનો પણ અંદાજો લગાવી શકાય કે ફિલ્મ સત્તે પે સત્તાના રીમેકમાં હ્રિતિક રોશન સાથે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ નજર આવશે. જ્યાં ફિલ્મનું નિર્દેશન ફારાહ ખાન દ્વારા કરવામાં આવ્યું છે.

farah khan sania mirza bollywood news