07 June, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલ ઠાકુરના ફૅન્સે તેની ફિલ્મના પોસ્ટર પર કર્યો દૂધનો અભિષેક
મૃણાલ ઠાકુરની લેટેસ્ટ ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ રિલીઝ થઈ ગઈ છે ત્યારે શુક્રવારે મહારાષ્ટ્રના માલેગાંવમાં મૃણાલના ફૅન્સે ફિલ્મના પોસ્ટર પર દૂધનો અભિષેક કરીને અનોખી ઉજવણી કરી હતી. મૃણાલના ચાહકોએ માત્ર દૂધનો અભિષેક જ નહોતો કર્યો, વધેલું દૂધ પ્રાણીઓને પીવડાવ્યું હતું. આ પછી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેમણે મૃણાલ ઠાકુરના નામે એક વૃક્ષ પણ વાવ્યું હતું.