લંડનમાં રણવીર સિંહને મળ્યા ફૅન્સ, આવી રીતે કર્યું સ્વાગત

04 August, 2019 04:02 PM IST  |  લંડન

લંડનમાં રણવીર સિંહને મળ્યા ફૅન્સ, આવી રીતે કર્યું સ્વાગત

રણવીર સિંહ

બૉલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહ પોતાના ફૅન્સ વચ્ચે ઘણા ફૅમસ છે. ઘણી વાર પોતાના ફૅન્સની સાથે કેઝ્યુઅલી મળતા પણ સ્પૉટ થયા છે. હાલમાં જ ફિલ્મ 83ની શૂટિંગ માટે લંડનના સાઉથહૉલ પહોંચેલા રણવીર સિંહ પોતાના ફૅનસ વચ્ચે ઘેરાઈ ગયા હતા. તે દરમિયાન ફૅન્સે ઢોલ-નગારા વગાડીને એમનું સ્વાગત કર્યું.

હકીકતમાં રણવીર સિંહ આ સમયે પોતાની અપકમિંગ ફિલ્મ 83ની શૂટિંગ માટે લંડનમાં છે. શૂટિંગ માટે એમને સાઉથહૉલ જવાનું હતું ત્યારે એમને જોઈને ફૅન્સ દોડી આવ્યા અને એમને ઘેરી લીધા. રણવીરે પણ પોતાના ફૅન્સ સાથે હાથ મિલાવ્યા અને ઘણી વાતચીત કરી હતી.

ફૅન્સની મુલાકાતનો હજી એક વીડિયો એમના ફૅને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ પોતાના એક વૃદ્ધ ફૅન્સ સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં વૃદ્ધ મહિલા રણવીર સિંહનો હાથ પકડીને ડાન્સ કરી રહી છે.

આ પણ વાંચો : BreastFeeding પર નેહા ધુપિયાએ શૅર કર્યો ઈમોશલન વીડયો, કરી છે આ વિનંતી

લોકોનો પોતાના ફેવરેટ એક્ટર્સ પ્રત્યેનો કેર્ઝ દરેકનો જોવા મળે છે. રણવીર સિંહ ફિલ્મો દ્વારા પોતાને ફૅન્સનો મનોરંજન કરે છે, પરંતુ સમયસર તે પોતાની યૂનીક ડ્રેસિંગ સેન્સના કારણે પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતા નજર આવે છે.

ranveer singh bollywood news