દીપિકાના કારણે એક ચાહકને ડિપ્રેશનમાંથી બહાર આવવા મળી હતી મદદ

18 April, 2020 09:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકાના કારણે એક ચાહકને ડિપ્રેશનમાંથી બહાર આવવા મળી હતી મદદ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણને તેના એક ફૅને લેટર લખીને કહ્યું હતું કે તેના કારણે જ તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. તેમ જ દીપિકાની ફિલ્મ જોયા બાદ જ તેને બૉલીવુડ સાથે પ્રેમ થયો હતો. આ લેટરને દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ લેટરમાં ફૅને લખ્યું હતું કે ‘હું તમારો આભાર માનું છું કે તમે તમારા પૅક્ડ શેડ્યુલમાંથી અમને મળવાનો સમય કાઢ્યો. એ મારા માટે એક દુનિયા સમાન હતું. મારી લાઇફમાં જે પણ સારી બાબત ઘટી છે એની પાછળનું મુખ્ય કારણ તમે જ છો. તમારા કારણે જ મને બૉલીવુડથી પ્રેમ થયો છે. મેં ૧૫ વર્ષની ઉંમરમાં ‘ચેન્નઇ એક્સપ્રેસ’ જોઈ હતી. સાથે જ મારી કમ્યુનિટી મીનમ્માને સ્ક્રીન પર તમે રજૂ કરી એ જોવું મારા માટે ખૂબ ઉત્સાહિત બાબત હતી. તમારા કારણે જ મેં ડિપ્રેશન વિશે મારી મમ્મી સાથે ચર્ચા કરી હતી. આ મુદ્દે જો તમે ચર્ચા ન કરી હોત તો કદાચ મેં આ વિશે બોલવાની કદી પણ હિમ્મત ન કરી હોત. હું સિંગાપોરમાં જ રહું છું. જોકે તમારી ફિલ્મ જોયા બાદ મને આ દેશ પ્રતિ પ્રેમ જાગ્યો છે. મેં પહેલી વાર મુંબઈની મુલાકાત લીધી હતી. આવતા મહિને ક્રોએશિયા જઈશ. મારી અંદરના ઍડ્વેન્ચરને નિખારવા માટે અને મારી લાઇફમાં ઉજાસ લાવવા માટે આભાર, એ સમયે જ્યારે બધું જ અંધકારમય હતું. હું હંમેશાં તમને મારી પ્રેરણા માનીશ. આઇ લવ યુ.’

જોકે આ લેટર અત્યારનો છે કે જૂનો એ વિશે ચોક્કસ માહિતી નથી.

bollywood bollywood news entertainment news deepika padukone