ફેમ બેધારી તલવાર છે : શિલ્પા શેટ્ટી કુન્દ્રા

27 June, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું માનવું છે કે ફેમ એ બેધારી તલવાર છે. તેની ‘નિકમ્મા’ હાલમાં જ રિલીઝ થઈ છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું માનવું છે કે ફેમ એ બેધારી તલવાર છે. તેની ‘નિકમ્મા’ હાલમાં જ રિલીઝ થઈ છે. હવે તે રોહિત શેટ્ટીની ઍક્શન-ડ્રામા વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળવાની છે. લોકોએ આપેલા પ્રેમ બદલ તે લોકોની આભારી છે. સ્ટારડમ વિશે શિલ્પા શેટ્ટીએ કહ્યું કે ‘ફેમ એ બેધારી તલવાર છે, પરંતુ તમારે એને આવકાર આપવો જોઈએ. એ મેળવવા માટે તમારે મોટી છલાંગ મારવી જરૂરી છે. ક્યારેક એ બાબત ડરામણી લાગે છે, 
જ્યારે લોકો પોતાની સીમાનું ધ્યાન નથી રાખતા. અમે કોઈ ઝૂનાં પ્રાણી નથી. અમે અહીં લોકોને મનોરંજન આપવા આવ્યાં છીએ. અત્યાર સુધી લોકોએ આપેલા પ્રેમને લીધે હું તેમની આભારી છું. તમે જ્યારે ખૂબ મહેનત કર્યા બાદ બ્રેક પર ફૅમિલી સાથે જાઓ અને ઍરપોર્ટ પર તમારા બે વર્ષના બાળકનો હાથ પકડીને જઈ રહ્યા હો ત્યારે કોઈ આવીને તમારા સેલ્ફીની માગણી કરે તો એ ભયાવહ લાગે. જોકે આ તો ફેમ ગેમનો જ ભાગ છે.’

bollywood news shilpa shetty