દરેક મહિલા સુપરહીરો છે : શિલ્પા શેટ્ટી કુન્દ્રા

13 June, 2022 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ દરેક મહિલાને સુપરહીરો ગણાવી છે. તે ‘નિકમ્મા’ ફિલ્મ દ્વારા ઘણાં વર્ષો બાદ કમબૅક કરી રહી છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ દરેક મહિલાને સુપરહીરો ગણાવી છે. તે ‘નિકમ્મા’ ફિલ્મ દ્વારા ઘણાં વર્ષો બાદ કમબૅક કરી રહી છે. આ ફિલ્મ ૧૭ જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તેની સાથે અભિમન્યુ દાસાણી, સમીર સોની, અભિમન્યુ સિંહ અને શર્લી સેટિયા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને શબ્બીર ખાને ડિરેક્ટ કરી છે. મહિલાઓની પ્રશંસા કરતાં શિલ્પાએ કહ્યું કે ‘દરેક મહિલા પછી એ હાઉસવાઇફ હોય કે પછી પ્રોફેશનલ લાઇફની સાથે ઘરને સંભાળતી હોય કે પછી સિંગલ મધર હોય, એવી ઘણીબધી સુપરહીરો છે. મારું એવું માનવું છે કે આપણા બધાની અંદર એક હીરો વસેલો છે. અમારી ફિલ્મ ‘નિકમ્મા’માં જ તે હીરો છે. મને લાગે છે કે ફિલ્મ જણાવે છે કે જો તમે કંઈ કામ ન કરતા હો અથવા તમે એમ માનતા હો કે તમે વ્યર્થ છો તો પણ તમારી અંદર એક હીરો છુપાયેલો છે. એ જ ક્ષણ છે કે જે તમને અહેસાસ કરાવે છે કે ‘નિકમ્મા’ હોવું, કોઈનો બચાવ કરવો અને એમાંથી હીરો બનવાની વચ્ચે એક પાતળી લાઇન છે. એ જ તમારી લાઇફની ક્ષણ છે.’

bollywood news shilpa shetty