રૂહી બાદ પણ હૉરર-કૉમેડી કરવા માગે છે વરુણ શર્મા

03 March, 2021 12:28 PM IST  |  New Delhi | Agencies

રૂહી બાદ પણ હૉરર-કૉમેડી કરવા માગે છે વરુણ શર્મા

રૂહી બાદ પણ હૉરર-કૉમેડી કરવા માગે છે વરુણ શર્મા

વરુણ શર્માનું કહેવું છે કે તે ‘રૂહી’ બાદ પણ હૉરર-કૉમેડી કરવા માગે છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર કામ કરી રહ્યાં છે જેને અગિયાર માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ વિશે વાત કરતાં વરુણ શર્માએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ બાદ હું ૧૨૦ ટકા ફરી હૉરર-કૉમેડી કરવાની કોશિશ કરીશ. મને લાગે છે કે આ પ્રકારની ફિલ્મો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. તમે એક સમયે લોકોને ડરાવતા હો છો અને બીજી બાજુ તેમને હસાવતા હો છો. એક ઍક્ટર તરીકે આ ખૂબ જ મુશ્કેલ કામ છે. જો મને ચાન્સ મળ્યો તો હું ફરી સાથે કામ કરીશ.’

varun sharma bollywood bollywood news bollywood ssips