ઈશા દેઓલનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થયું હૅક

11 January, 2021 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશા દેઓલનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થયું હૅક

ઈશા દેઓલ

ઈશા દેઓલનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રવિવારે હૅક કરવામાં આવ્યું છે. સાઇબર ફ્રૉડના હવે નવા-નવા ઉપાયો ખોજવામાં આવે છે. આ અગાઉ રિતેશ દેશમુખનું અકાઉન્ટ પણ હૅક કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે સેલિબ્રિટીઝનાં અકાઉન્ટને જ નિશાન બનાવવામાં આવે છે. પોતાનું અકાઉન્ટ હૅક કરવાની માહિતી ટ્વિટર પર શૅર કરતાં ઈશાએ ટ્વીટ કર્યું હતું કે ‘આજે સવારે મારું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આઇઍમઈશાદેઓલ હૅક કરવામાં આવ્યું છે. એથી પ્લીઝ એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તરફથી આવતા કોઈ પણ મેસેજિસ પર રિપ્લાય ન આપતા. અસુવિધા માટે માફી.’

entertainment news bollywood bollywood news esha deol