ઇમરાનની ‘શો ટાઇમ’માં જોવા મળશે બૉલીવુડના પડદા પાછળની હકીકત

21 December, 2023 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં ઇમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ, રાજીવ ખંડેલવાલ, શ્ર‌િયા સરન, મૌની રૉય અને મહિમા મકવાણા પણ જોવા મળશે. ડિઝની + હૉટસ્ટાર પર આ શો ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. આ શોમાં બૉલીવુડ, નેપોટિઝમ અને સ્ટ્રગલ્સ પણ દેખાડવામાં આવશે.

ઇમરાન હાશ્મી

કરણ જોહરની વેબ-સિરીઝ ‘શો ટાઇમ’માં બૉલીવુડના બંધ બારણાની હકીકત પર પ્રકાશ પાડવામાં આવશે. આ શોમાં ઇમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ, રાજીવ ખંડેલવાલ, શ્ર‌િયા સરન, મૌની રૉય અને મહિમા મકવાણા પણ જોવા મળશે. ડિઝની + હૉટસ્ટાર પર આ શો ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. આ શોમાં બૉલીવુડ, નેપોટિઝમ અને સ્ટ્રગલ્સ પણ દેખાડવામાં આવશે. આ સિરીઝ વિશે ઇમરાને કહ્યું કે ‘ઘણા સમયથી હું આ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી મેં એની બન્ને બાજુને ખૂબ નજીકથી જોઈ છે. આ શો જ્યારે મારી પાસે આવ્યો તો મેં તરત એની હા પાડી દીધી હતી. હું અનેક પ્રકારે એની સાથે પોતાને જોડી શક્યો. આપણે હંમેશાં જોયું છે કે દર્શકોને બૉલીવુડમાં બંધ બારણા પાછળ શું થતું હોય છે એ જાણવાની ઉત્સુકતા તેમનામાં હોય છે. એથી હું એમ કહીશ કે અમે તેમને હવે સાંભળી લીધા છે. તો બૉલીવુડની સ્ટોરી ઊંડાણથી જાણવા માટે તૈયાર થઈ જાઓ.’

આ શો વિશે કરણ જોહરે કહ્યું કે ‘સિરીઝ ‘શો ટાઇમ’ મારા દિલની ખૂબ નજીક છે. શોબિઝની પાવર સ્ટ્રગલ્સને એ નજીકથી દેખાડશે. એ વાત‌ની ખાતરી રાખવામાં આવશે કે બૅટલ લાઇન્સ ખેંચવામાં આવશે, એને ક્રૉસ કરવામાં આવશે અને દર્શકોની તાળીઓ સાથે કૅમેરા રોલ થશે.’

entertainment news bollywood bollywood buzz bollywood news emraan hashmi karan johar mouni roy