'સબ ફર્સ્ટ ક્લાસ'માં કૉમેડી અવતારમાં જોવા મળશે ઇમરાન હાશ્મી

26 August, 2020 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'સબ ફર્સ્ટ ક્લાસ'માં કૉમેડી અવતારમાં જોવા મળશે ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી હવે એક નવા જ અંદાજમાં જોવા મળશે. તે ‘સબ ફર્સ્ટ ક્લાસ’માં કૉમેડી કરતો જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી એક સામાન્ય વ્યક્તિનાં સપનાઓની આસપાસ ફરતી જોવા મળશે. આ ફિલ્મને બલવિન્દર સિંહ જાન્જુઆ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ વિશે ઇમરાન હાશ્મીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ટોરી એક કૉમન મૅનની આસપાસ ફરતી ખૂબ જ રમૂજી પરંતુ સેન્સિટિવ છે. તે તેની જરૂરિયાતને પૂરી કરવા માટે કેટલી હદ સુધી જાય છે એ વિશેની આ સ્ટોરી છે. આ દરમ્યાન તે તેની ફૅમિલીને ખોઈ બેસે છે, સોસાયટીમાં તેની આબરૂ અને તે એવી પરિસ્થિતિમાં મુકાય છે જેમાંથી બહાર પણ નથી આવી શકતો. બલવિન્દરની સ્ક્રિપ્ટ ખૂબ જ ફની છે, પરંતુ એમાં ખૂબ જ અદ્ભુત દૃશ્યો પણ છે. મેં આવી ફિલ્મ ક્યારેય નથી કરી અને પહેલા નરેશન બાદ જ મેં આ માટે હા પાડી દીધી હતી.’

entertainment news bollywood bollywood news upcoming movie emraan hashmi