શ્રીનગર ઊપડ્યો ઇમરાન હાશ્મી

25 August, 2022 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમરાન હાશ્મી સલમાન ખાની ‘ટાઇગર 3’માં પણ જોવા મળવાનો છે

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી હાલમાં શ્રીનગરમાં છે. તે ગઈ કાલે પહેલી વાર શ્રીનગર ગયો હતો. ઇમરાને ફ્લાઇટમાં બેસીને ફોટો શૅર કર્યો હતો. ઇમરાન હાલમાં અક્ષયકુમાર, નુસરત ભરુચા અને ડાયના પેન્ટી સાથેની ‘સેલ્ફી’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ સાથે જ તે સલમાન ખાની ‘ટાઇગર 3’માં પણ જોવા મળવાનો છે. ફોટો શૅર કરીને ઇમરાને કૅપ્શન આપી હતી કે ‘શ્રીનગરમાં પહેલી વાર જઈ રહ્યો છું. લાઇટ, કૅમેરા અને ઍક્શન માટે તૈયાર.’

entertainment news bollywood news bollywood emraan hashmi upcoming movie srinagar