31 October, 2025 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હકના પ્રમોશન માટે ઇમરાન અને યામીએ સુપ્રીમ કોર્ટની બહાર સીન કર્યો રીક્રીએટ
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમને લીડ રોલમાં ચમકાવતી ‘હક’ સાતમી નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં ઇમરાન અને યામીએ પ્રમોશન માટે અનોખો પ્રયાસ કર્યો. તેમણે સુપ્રીમ કોર્ટના પરિસરમાં જઈને ફિલ્મ ‘હક’ના પોસ્ટરને રીક્રીએટ કર્યું છે. ‘હક’માં સુપ્રીમ કોર્ટનું વિશેષ મહત્ત્વ છે કારણ કે એની વાર્તા સુપ્રીમ કોર્ટના ૧૯૮૦ના દાયકાના એક ઐતિહાસિક નિર્ણયથી પ્રેરિત છે. આ ફિલ્મ પર્સનલ લૉ અને સમાન નાગરિક કાયદા વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે.